HomeGujaratમોરબીના નવલખી દરિયામાં લાયસન્સ વિના ,માછીમારી કરતો શખ્સ ઝડપાયો,બોટ કબજે કરાઈ

મોરબીના નવલખી દરિયામાં લાયસન્સ વિના ,માછીમારી કરતો શખ્સ ઝડપાયો,બોટ કબજે કરાઈ

મોરબી નવલખીના દરિયાઈ વિસ્તારમાં જુમાવાડી ફીશીંગ પોઇન્ટ પરથી અનેક માછીમારો બોટો લઇ નવલખી દરિયામાં માછીમારી કરવા માટે જાય છે જોકે તેમાંથી કેટલાય માંછીમાર જે બોટો માછીમારી કરવા જતી વખતે બોટ રવાના તથા બોટ પરત અંગેની નોંધ કરાવતા નથી તેમજ કોઇ પણ જાતનું ટોકન લેતા ન હોવાનુ સામે આવ્યું હતું. આ પ્રકારની બેદરકારી દરીયાઇ સુરક્ષા માટે અતિ ગંભીર બાબત હોય આ ઉપરાંત ટોકન લીધા વગર માછીમારી કરતા લોકોને શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદાર્કીય પગલા ગૃહ વિભાગની સુચનાને પગલે રેન્જ આઈજી અને મોરબી જિલ્લા એસપીના આદેશને પગલે મોરબી જિલ્લા પોલીસની એસ.ઓ.જી.ટીમ દ્વારા નવલખી દરીયાઇ કાંઠે વોચ રાખતા, નવલખી બંદર જી.એમ.બી. જેટી નજીક આવેલ જુમાવાડી ક્રીકમાં મામલીયા ટાપુ બાજુથી દરીયામાં એક ટંડેલ મછીમારી કરી બોટ સાથે પરત આવી રહેલ હોય જેથી તેને રોકાવી મેં કાંઠા પાસે લાવી બોટને તપાસી બોટમાં હાજર ટંડેલનુ નામઠામ પુછતા પોતાનુ નામ હુશેનભાઇ ઇસ્માઇલભાઇ નંગામણા ઉ.વ.૩૫ રહે.જુમાવાડી નવલખી તા.માળીયા જી.મોરબી વાળા હોવાનુ જણાવેલ. મજકુરના કબજાવાળી બોટ જોતા નામ મરીયમ” હોય બોટના રજીસ્ટ્રેશન નંબર IND-GJ-36-MO-08 હોય મજકુરને દરીયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતુ ટોકન રજુ કરવા જણાવતા દરીયામાં જવા અંગેનુ ટોકન નહીં લીધેલનુ જણાવતા મજકુરે ફીશરીઝ એક્ટનો ભંગ કરતા મળી આવતા ધોરણ સરની કાર્યવાહી કરી નીચે જણાવેલ મજકુર વિરૂધ્ધ માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW