Wednesday, May 15, 2024
HomeArticleઆળસુ પાલીકા ! મોરબી નગરપાલિકાના વહીવટદારનો સ્વીકાર: અત્યાર સુધીમાં દબાણ દૂર...

આળસુ પાલીકા ! મોરબી નગરપાલિકાના વહીવટદારનો સ્વીકાર: અત્યાર સુધીમાં દબાણ દૂર નથી કર્યા

રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ખુદ મુખ્યમંત્રી પણ દબાણ મુદ્દે કડક વલણ અપનાવી રહ્યા છે રાજ્ય સરકાર દબાણ મુદ્દે કામગીરી તો કરી રહી છે પરંતુ મોરબી જિલ્લામાં જે પ્રકારે બિલાડી ટોપ ની જેમ દબાણો ખડકાય ગયા છે પરંતુ આળસુ પાલિકા આ દબાણ કેમ દૂર નહિ કરી શકતું સાહેબ તો એવું કહી રહ્યા છે કે અત્યાર સુધીમાં દબાણ દૂર કરવામાં આવ્યા નથી

મોરબી નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર દબાણ જોવા મળી રહ્યા છે. પરંતુ આજ દિવસ સુધી દબાણો દૂર કરવાની પાલિકાના અધિકારીઓએ તસ્દી લીધી નથી. આમ તો વિકાસની ઘણી બધી વાતો કરવામાં આવે છે. મોરબીમાં એવા ઘણા વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર આ પ્રકારના દબાણના કારણે હજુ સુધી પ્રાથમિક સુવિધા મળી શકી નથી. ત્યારે શું સાહેબ અત્યાર સુધીમાં તમને આવા દબાણ દેખાયા નથી કે પછી તમે આવા વિકાસ કાર્યોને કરવા નથી માગતા તેવાં પણ સવાલ થઈ રહ્યા છે

આજે દબાણ મુદે મોરબી શહેરના આલાપ રોડ વિસ્તારમાં રહેતા સ્થાનિકો આજે પાલિકાના વહીવટદાર અને મોરબી અધિક કલેકટર એન કે મુછારને રજૂઆત કરવા પહોચ્યા હતા તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આલાપ પાર્ક સોસાયટીની જમણી બાજુમાં આવેલ 40 ફૂટના રોડ પર દબાણ કરવામાં આવ્યું છે. આં વિસ્તારમાં લોકોના આવન જાવન માટે એક માત્ર રોડ હોય જેના પર આ દબાણકર્તાએ બ્લોક પાથરી તેના પર ફૂલ છોડના કુંડા મૂકી દીધા હોવાથી તેઓને નીકળવામાં મુશ્કેલી થઇ રહી છે અગાઉ સોસાયટીની કમિટીની મીટીંગમાં 80 ફૂટનો રોડ ખુલ્લો કરવા આ દબાણ કરતા દ્વારા સંમતી પણ આપી હતી. પણ જયારે કામ ચાલુ કરવમાં આવ્યું ત્યારે આ દબાણ કરનારા લોકો દ્વારા કામ અટકાવતા સ્થાનિકોને મુશ્કેલી થઇ રહી છે

મોરબી શહેરના પોશ વિસ્તાર એવા અવની ચોકડી આસપાસ અનેક સોસાયટી આવેલ છે, દર વર્ષે અહી વરસાદી પાણી સમસ્યા રોડ રસ્તાની સમસ્યા સહિત પ્રાથમિક સુવિધાઓથી વંચિત અવની ચોકડી વિસ્તારને કેમ સુવિધા નથી આપવામાં આવતી શું ત્યાં પણ આ પ્રકારના દબાણ કરો દબાણ કરીને બેઠા છે જો ખરેખર ત્યાં દબાણ કરવામાં આવ્યું હોય તો પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ કેમ દબાણ દૂર નથી કરી રહ્યા તે પણ એક મોટો સવાલ છે

આ માત્ર અવની ચોકડીની જ વાત કરવામાં આવી છે પરંતુ શહેરના રવાપર રોડ પર પંચાસર રોડ ઉપર વાવડી રોડ ઉપર સામા કાંઠા વિસ્તારમાં અનેક જગ્યાએ દબાણ થયા છે અને સ્થાનિક લોકોએ રજૂઆત પણ કરી છે તો સાહેબ અત્યાર સુધી કેમ આવા દબાણો દૂર કરવામાં નથી આવ્યા

આમ તો છેલ્લા ઘણા સમયથી મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જાણે શહેરના વિકાસનું ગળું દબાવીને સ્વ વિકાસ શરૂ કર્યો હોય તે પ્રકારે છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યું છે

સમગ્ર મામલે મોરબી નગરપાલિકાના વહીવટદાર નારણ મુછાર સાથે વાત કરતા તેમને પણ સ્વીકાર કર્યો હતો કે મોરબી નગરપાલિકાની હદમાં આવતા દબાણો દૂર કરવાની વાત તો દૂર રહી પરંતુ સર્વેની કામગીરી પણ હવે કરશું તેવી વાત કરી હતી નવાઈની વાત તો એ છે કે પાલિકાના વહીવટદાર દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું કે મોરબી માં અત્યાર સુધીમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં નથી આવી શા માટે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં નથી આવતી તેવા સવાલો હાલ થઈ રહ્યા છે શું મોરબીમાં દબાણ કરવું અને તે દબાણ દૂર કરવાની કામગીરી પાલિકા કરશે કે નહીં કરે અને કરશે તો ક્યારે સાહેબ શું સાહેબ મીડિયા આવા સવાલો કરશે ત્યારે આપ સર્વેની વાતો કરશો શું આપના ધ્યાનમાં દબાણો આવતા નથી શું લોકો રજૂઆત કરે પછી જ દબાણો દેખાઈ આવે છે આપને આવા તો અનેક સવાલો આપની સામે થઈ રહ્યા છે ક્યારે આ મોરબી દબાણોથી મુક્ત થશે આશા રાખીએ છીએ કે જલ્દીથી મોરબી દબાણ મુક્ત થાય!

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,964FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW