(1)વાંકાનેરના જીનપરા પાસે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
મોરબીના વાંકાનેર તાલુકાના જીનપરા રામજી મંદીર પાસે ચોકમા જુગાર રમતા જનકભાઇ પરશોતમભાઇ બાવળીયા,સુનીલભાઇ રમેશભાઇ રાણેવાડીયા,રફીકભાઇ જુમાભાઇ કુરેશી,રમેશભાઇ રામજીભાઇ ડાભી અને હુશેનભાઇ વલીમામદભાઇ સેખાણી ને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સ પાસેથી કુલ 12,100 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે પાંચ શખ્સો વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)મોરબીના માધાપર શખ્સના રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો
મોરબીના માધાપર શેરી નં.૧૩ પાસે કિશન ઉર્ફે છોટુ હિતેષભાઈ ડાભી ના મકાનમાંથી દારૂ નો જથ્થો ઝડપાયો હતો.તે શખ્સના મકાનમાંથી વિદેશી દારૂ નો કુલ રૂ.-1200 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.પોલીસ દ્વારા તેના ઘરે રેડ મારતા શખ્સ ઘરે હાજર મળ્યો ન હતો.તેથી શખ્સ સામે દારૂ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
(3)વાંકાનેરના માટેલ રોડ વિકાસ હોટલ પાસે દારૂ સાથે શખ્સ પકડાયો
વાંકાનેરના માટેલ રોડ વીકાસ હોટલ પાછળ ગભરૂભાઇ ઝવેરભાઇ માથાસુરીયા એ તેની ઓરડીમાં દારૂ ના જથ્થા સાથે તેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-1000 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો અને તે શખ્સ વિરુદ્ધ દારૂ વહેચવા અંગે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(4)મોરબીની કબીર ટેકરી પાસે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીની કબીર ટેકરી પાસે દારૂ સાથે મોસીનભાઇ મામદભાઇ કુરેશી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દારૂનો કુલ -720 નો મુદામાલ મળ્યો હતો જે પોલીસે જપ્ત કર્યો હતો અને તે શખ્સ સામે દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
(5)વાંકાનેર હસનપર શક્તિપરા પાસે જૂની બીમારી ને લીધે વૃદ્ધ નું મોત
વાંકાનેર હસનપર શક્તિપરા પાસે રહેતા નાગરભાઇ વાઘજીભાઇ દલસાણીયાને જૂની બીમારી થી પીડાતા હતા.આ બીમારીની સારવાર માટે તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં તેને વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મરણ થયું હતું.ડો.જાવેદ એ આ મામલે વાંકાનેર પોલીસ ને જાણ કરી હતી.
(6)વાંકાનેરના ગાત્રાળનગર ગામના પાટિયા પાસે રિક્ષાચાલકે વુદ્ધા ને ઠોકર મારતા ઈજા
વાંકાનેરના રાજકોટ રોડ ગાત્રાળનગર ગામના પાટીયે પાણીના અવાળા પાસે ગગજીભાઇ નાજાભાઇ ચારોલીયાએ ચાલીને જતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેની જીજે-13-એવી-4952 નંબરની સીએનજી રિક્ષા લઇ પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતો હતો. આ રિક્ષા ચાલકે વુદ્ધા ને ઠોકર મારતા ડાબા પગમાં સાથળમાં તથા જમણા હાથની કોણીમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા તથા શરીરે છોલછાલ તથા મુંઢ ઇજા પહોંચાડી હતી.આ રિક્ષા ચાલક સામે વુદ્ધાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
(7)મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર ટ્રક બાઈક સાથે ભટકાતા બાઈક ચાલકને ઈજા
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર રીઝન્ટા હોટલ સામે જીશાનભાઈ મકબુલભાઈ કલાડીયાએ તેનું બાઈક લઇ હાઇવે પર જતો હતો તે સમયે જીજે-12-બી-0964 નંબર નો ટ્રક ચાલક એ ટ્રક પુરઝડપે ચલાવી જતો હતો. તે વખતે ટ્રકના ચાલકે મોટર સાયકલની સામે ભટકાડી અકસ્માત કરી જીશાનભાઈને ડાબા પગે તથા મોઢામા નાક તથા દાઢીના ભાગે તથા વાંસાના ભાગે ફેકચર જેવી ઈજા પહોચાડી હતી અને બાઈકને નુકશાન પહોચાડ્યુ હતું.આ મામલે જીશાનભાઈ એ તે ટ્રક ચાલક સામે મોરબી સીટી બી-ડીવીઝન મથકમાં ફરિયાદ નોધાવી હતી.

