મોરબી નજીક શનાળાથી ઘુનડા રોડ તરફ જતા બાઈક પર જઈ રહેલા પિતા પુત્રીને આર્ય ગ્રામ પાસે એક ઈનોવા કારના ચાલકે ઠોકર મારતા પિતા પુત્રી ચાલુ બાઈકે પડી ગયા હતા અને બન્નેને ઈજા પહોચી હતી આ ઘટનામાં પિતાને પેટના ભાગે ગંભીર ઈજા પહોચતા તેમનુ મૃત્યુ થયું હતું જયારે ૧૦ વર્ષીય પુત્રીને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સભારા વાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ બેચરભાઈ ડાભીના મામાના ઘરે પ્રસંગ હોવાથી તેમના મોટા ભાઈ મનસુખભાઈ બેચરભાઈ ડાભી અને તેમની ૧૦ વર્ષની પુત્રી રાજેશ્વરી તેમના જીજે 3 સી એન ૫૯૧૩ લઈને બાઈકમાં પેટ્રોલ ભરવા શનાળા તરફ આવતા હતા તે દરમિયાન રસ્તા માં જીજે ૩૬ એલ ૫૩ ૧૦ નમ્બરની ઈનોવા કારના ચાલકે ઠોકર મારતા બાઈક પરથી તેમનું સંતુલન ગુમાવતા બન્ને પિતા પુત્રી નીચે પડ્યા હતા ઘટનામાં મનસુખ અને રાજેશ્વરીને ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડાયા હતા જોકે મનસુખભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મોત થયું હતું બનાવ અંગે મૃતકના ભાઈ રમેશભાઈએ એ ડીવીઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી

