મોરબીના જૂના બસ્ટેન્ડ પાસે આવેલ સરદાર રોડ ઉપર ખોડીયાર પાન ની સામેની શેરીમાં અજાણ્યા બે શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી નાખી ઘટનાની જાણ થતાં જ મોરબી એલસીબી એ ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી
મળતી માહિતી મુજબ મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ ઉંમર વર્ષ 32 નામના યુવાનની હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા કરીને બે અજાણ્યા શકશો ફરાર થઈ ગયા છે
મોરબી પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળ ની આજુબાજુ આવેલ દુકાનોમાં લાગેલ સીસીટીવી ની ચકાસણી હાથ ધરી છે અને આરોપી ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જો કે હત્યા કયા કારણોસર કરવામાં આવિ ? કોણ હત્યારા છે તે જાણવા નથી મળ્યું પરંતુ પોલીસ ની કામગીરી પર સવાલો ચોક્કસ થઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં ગંભીર ગુના સતત વધી રહ્યા છે પોલીસ ના પેટ્રોલિંગ ના દાવા તેમજ કડક કાર્યવાહીના દાવા માત્ર વાતો પુરવાર થઇ રહી હોય એમ ગુનેગારોમાં પોલીસ કે કાયદાનો ડર જ ન રહ્યો હોય એવી સ્થિતિ છે ક્યારે પોલીસ આવા ગુનેગારો સામે લાલ આંખ કરશે ? શું પોલીસ હપ્તા ઉઘરાવવામાં જ વ્યસ્ત રહેશે, શું પોલીસને દારૂ અને જુગારના જ કેસમાં રસ છે કારણ કે તેમાં માલ મલાઈ પોલીસને મળી રહી છે આવા અનેક સવાલો પોલીસની ભૂમિકા સામે શંકા ઉભી કરી રહ્યા છે
જે પ્રકારે મોરબીમાં સતત દારૂ જુગાર તો ઠીક પરંતુ હવે મોરબીમાં હત્યા, ખંડણી, ધાકધમકી, બળાત્કાર સહિત અનેક ક્રાઈમ ના ગુનાહા માં વધારો થઈ રહ્યો છે સાહેબ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણકે તમે ગુનેગાર ની શાન ઠેકાણે લાવવા માટે જે પ્રકારે નિવેદન બાજી આપી ને પાણી મા બેસી ગયા છો અને કે દિવસ થી નિવેદન આપ્યું છે તે દિવસ થી મોરબીમાં સતત ક્રાઈમ રેટ માં વધારો થઈ રહ્યો છે સાહેબ ક્યારે મોરબીને આવા ગુનાહોમાંથી મુક્તિ મળશે તેવા સવાલ લોકો કરી રહ્યા છે

