HomeGujaratટંકારા ગ્રામ પંચાયતના સા.ન્યાય સમિતિની બેઠક મળી

ટંકારા ગ્રામ પંચાયતના સા.ન્યાય સમિતિની બેઠક મળી

ટંકારાના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનના મિટીંગ હોલમાં ગત તા 24 ના રોજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, સમિતિ ના સભ્યો , સરપંચ અને મંત્રી દ્વારા સામાજીક ન્યાય સમિતિ ની બેઠક યોજાઈ હતી. ગ્રામ પંચાયત ટંકારા ના સફાઇ કર્મચારી નાથાભાઈ વાઘેલાના નિધન ના કારણે બે મિનિટનું મૌન પાળી સભાની શરૂઆત કરવામાં આવી હતી.
સરપંચ, ઉપ સરપંચ અને સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં તલાટી કમ મંત્રી જાડેજા ભાઈ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજની મિટિંગમાં ટંકારાના અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ અને ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમુદાયના લોકો ના વિસ્તારના ઉત્થાન અને પાયાના વિકાસના કામો જેવા કે રસ્તા, લાઈટ, અને પાણીના કામો પર ભાર આપવામાં આવ્યો હતો.
નવ નિયુક્ત ટંકારા ગ્રામ પંચાયતની રચના બાદ બીજી વખત સામાજીક ન્યાય સમિતિ ની બેઠક મળી હતી. અનુસૂચિત જાતિ, જનજાતિ ના વિસ્તારના વિકાસના કામ માટે ચાલુ સત્વરે વર્ષ ૨૦૨૩/૨૪ની સરકારની ગ્રાન્ટ ફાળવવી, મકાન પર થી પસાર થતા ઇલેક્ટ્રીક ના તાર બદલાવવા, ટી સી ફેરવવું વગેરે જેવા મુદ્દાઓની સભ્યો દ્વારા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
તલાટી કમ મંત્રી જાડેજા ભાઈ એ મિટીંગમાં થયેલ ચર્ચા અને લેખીત મુદ્દાઓ ની નોંધ લીધી હતી.
સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, મીનાબેન દિવ્યેશભાઈ મહેતા સભ્ય, સોનલબેન રાજેશભાઈ બારૈયા સભ્ય, લાલજીભાઈ વાલજીભાઈ ગેડીયા સભ્ય,હેમંતભાઇ ચાવડા ઉપાઘ્યક્ષ હાજર રહ્યા હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW