માળિયાના જુના ઘાટીલા ગામમાં રહેતા અનીલ જાદવજી અગેચનીયાના કુટુંબીક ભાઈ બળદેવભાઈનો દીકરો છોકરો ગામમાં આવેલી રામજીભાઈ ભરવાડની દુકાને ગુલ્ફી લેવા ગયો હતો. જ્યાં દુકાનમાં કામ કરતા સુનીલે ઓગળી ગયેલી એ ગુલ્ફી આપતા ફરીયાદી અનીલના કુટુંબીક દાદા ચંદુભાઈ ગાંડુભાઈ ફરિયાદ કરવા દુકાને ગયા હતા. જ્જ્યાંયાં સુનીલ સાથે બોલાચાલી થાઈ હતી જે બાદ સુનીલે તેના પિતા અરવિંદભાઈને જાણ કરતા એક સંપ રાખી ત આરોપી અરવિંદભાઈ નારાયણભાઈ તથા ઓધવજીભાઈ નારાયણભાઈ તથા મુનાભાઈ નારાયણભાઈએ તેમના ઘરે ધસી આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો જે બાદ થોડી વાર માટે મામલો શાંત થયો હતો ત્યાં આરોપી મુન્નાએ ફરીયાદીના ભાઈ મહિપતભાઈ સાથે ઝપાઝપી કરી હતી હજુ આ ઝઘડો પત્યો ન હતો ત્યાં રાત્રીના સમયે ફરી એકવાર આરોપી અરવિંદભાઈ નારાયણભાઈ તથા ઓધવજીભાઈ નારાયણભાઈ ધોકા અને પાઈપ લઈને તેઓના ઘરે પહોચી ગયા હતા અને અનિલભાઈ અને છનાભાઈ સાથે ગાળા ગાળી કરી ઝઘડો કરવા લાગતા એ ગાળો બોલવાની ના પાડી હતી જેથી આરોપી ઉશ્કેરાઈ જઈ અનીલ પર હુમલો કરી દીધો હતો અને કમરના ભાગે તથા ડાબા હાથના કાંડાના ભાગે લોખંડની પાઈપ મારી મુંઢ તથા ડાબા હાથના કાંડાના ભાગે ફેક્ચર જેવી ઈજા પહોચાડી હતી તો છનાભાઈ છોડાવવા વચ્ચે પડતા ઓધવજીએ છનાભાઈને લોખંડના પાઈપ વડે જમણા પગના ભાગે ઢીંચણથી નીચે મુંઢ ઈજા પહોંચાડી હતી બનાવ અગ્ને અનિલભાઈએ અરવિંદભાઈ નારાયણભાઈ તથા ઓધવજીભાઈ નારાયણભાઈ તથા મુનાભાઈ નારાયણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

