HomeGujaratચેતી જજો ! મોરબી માં સતત કોરોના કેસમાં વધારો, બેદરકારી પડી શકે...

ચેતી જજો ! મોરબી માં સતત કોરોના કેસમાં વધારો, બેદરકારી પડી શકે છે ભારે ! આજે વધુ ૨૩ કેસ નોધાયા

ગુજરાત સહીત મોરબીમાં કોરોનાની ફરી ડરામણી એન્ટ્રી લોકો એ સાવચેત રહેવાની જરૂર કોરોનાની નવી લેહેર મોરબી જીલ્લામાં પણ પ્રવેશી ગઈ હોઈ તેવી સ્થતિ બની ગઈ છે છેલ્લા ત્રણ દિવસમાં નોધાયેલા કેસ આ વાત ની સાક્ષી પૂરી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે જો અત્યારેથી જ લોકો સાવધાન નહિ થાય તો સ્થતિ વધુ ગંભીર બની શકે છે પછી ફરી ઘરથી બહાર નીકળતી વખતે ફેસ માસ્ક જરૂરથી પેહરવું પડશે તેમજ ભીડમાં જવાનું ટાળવું પડશે

મોરબી જિલ્લામાં કોરોના ની રફતાર ફૂલ સ્પિડમાં આગળ વધી રહી છે સપ્તાહના પ્રથમ દિવસમાં 1 કેસ આવ્યો હતો તે માત્ર ત્રણ દિવસમાં એક્ટિવ કેસનો આંકડો 61 પર પહોચી ગયો છે. બુધવારે જિલ્લામાં નવા કેસની સંખ્યા 17 આવી હતી તો ગુરુવારે 18 કેસ આવ્યા હતા જ્યારે શુક્રવારે કોરોના એ વધુ એક છલાંગ લગાવી હતી અને 23 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા.

જીલ્લામાં શુક્રવારે 1038 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને 23 દર્દી પોઝિટિવ આવ્યા હતા.આ 23 દર્દીમાં મોરબી શહેરમાંથી૮ અને ગ્રામ્ય વિસ્તારમાંથી 13 દર્દી નોંધાયા હતા તો વાકાનેરતેમજ માળિયા મિયાણા માં1-1 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા. શુક્રવારે પણ પોઝિટિવ આવેલ દર્દી માંથી એક પણ દર્દી ડિસ્ચાર્જ ન.થતાં એક્ટિવ કેસનો આંકડો 63 પર પહોચી ગયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW