HomeGujaratભારતીય ટપાલ વિભાગ આયોજિત પત્રલેખન સ્પર્ધામાં જામનગરની રીના સાંગાણીએ રાજયકક્ષાએ ત્રીજો ક્રમ...

ભારતીય ટપાલ વિભાગ આયોજિત પત્રલેખન સ્પર્ધામાં જામનગરની રીના સાંગાણીએ રાજયકક્ષાએ ત્રીજો ક્રમ મેળવ્યો

જામનગર તા. 28 ફેબ્રુઆરી,
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘વિઝન ફોર ઇન્ડિયા 2047’ વિષય આધારિત ‘ઢાઈ આખર રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું.ગત વર્ષ 2022માં તા. 01 જુલાઈથી 30 નવેમ્બર દરમિયાન 18 વર્ષથી વધુ વયજૂથ અને 18 વર્ષથી નીચેના વયજૂથ- આમ બે શ્રેણીમાં આ સ્પર્ધાનું આયોજન થયું હતું.

ઉપરોક્ત સ્પર્ધામાં 18 વર્ષથી વધુ વયજૂથ વાળી શ્રેણીમાં જામનગરની રહેવાસી કુ. રીનાબેન કે. સાંગાણીએ સમગ્ર ગુજરાત સર્કલમાંથી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણીને મુખ્ય પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ કચેરી તરફથી રૂ. 5000નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.

જેના અનુસંધાને, જામનગર મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ જામનગર પોસ્ટલ ડિવિઝનના અધિક્ષકના હસ્તે કુ. રીનાબેન કે. સાંગાણીને ગુજરાત પોસ્ટલ સર્કલ, અમદાવાદ કચેરી તરફથી મળેલ રૂ. 5000નો રોકડ પુરસ્કાર ચેક, પેન ડ્રાઈવ અને ફિલાટેલી કીટ પ્રતીક સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW