ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જે તારીખની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં આજે એની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ, છેલ્લા સાત વર્ષથી અવિરત પણે યોજાઇ રહેલો ગુજરાતી ફિલ્મ અને ગુજરાતીઓ ના દિલમાં જેનું આગવું સ્થાન છે એવા જીફા એવોર્ડ છેલ્લા છ વર્ષની સફળતા બાદ સાતમા વર્ષે પણ જીફા-૨૦રરનો જાજરમાન એવોર્ડ સમારંભ યોજાવા જઇ રહ્યો છે. જે તારીખ ૨૮ ફેબ્રુઆરી મંગળવારના રોજ અમદાવાદની નારાયણી હાઈસ્ટ ખાતે યોજવામાં આવશે.
જીફાને હવે કોઈ વિશેષ વિશેષણની જરૂર રહી નથી. જીફા આટલાં વર્ષોથી સતત ગુજરાતી કલાકાર કસબીઓ સન્માન આપીને એ સાબિત કરી દીધું કે જીફા ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર, મ્યુઝીશયન, ગાયક કલાકાર, અને ગીતોને એમ દરેક, ને જેમણે ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમને તેમના કામની યોગ્ય પ્રશંસા રૂપે એવોર્ડ અર્પણ પાછલાં છ વર્ષથી કરી રહ્યો છે. એ સાથે ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ પણ કરી રહ્યું છે. જીફા ગુજરાતી ફિલ્મો ના કલાકાર કસ્બીઓને ૨૩થી વધુ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપી રહ્યો છે. બે વર્ષના કોરોનાકાળ બાદ હવે ગુજરાતી મનોરંજન જગત એકદમ જોરશોરથી કામે લાગી ગયું છે. અને દર્શકોને મનોરંજન આપવા માટે અલગ અલગ ૧૦૦ જેટલી ગુજરાતી ફિલ્મો વર્ષ ૨૦૨૨માં સિનેમાઘરોમાં રજુ થઈ ગઈ છે. ત્યારે ખુબ આનંદની વાત છે કે, ફરીએકવાર જીફાએ એવોર્ડ સમારંભ યોજવાનું આયોજન આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ કરેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલિબ્રિટીઓનો જમાવડો, અનેક ધમાકેદાર પરફોર્મન્સથી જલસો પડી જશે તેવી જીફાએ ખાત્રી આપી છે. ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (જીફા) ૨૦૨૨ માટે ફિલ્મોને શ્રેષ્ઠ પ્રદર્શન અને ઉપલબ્ધી માટેનાં નામાંકન મંગાવવામાં આવ્યાં છે.
૨૮ ફેબ્રુઆરી ના રોજ રાત્રે ગુજરાતી સિનેમાના સિતારાઓ જમીન પર ઉતરી આવશે, તો આવો સાથે મળી ને ગરવી ગુજરાતના સિનેમાની આ સિધ્ધી ને સાથે મળીને ઉજવીએ, ગુજરાતી સિનેમા ને એક ચોક્કસ દિશામાં આગળ લઇ જવાના ભાગ રૂપે સહયોગ આપવા બદલ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ (જીફા) સર્વે ગુજરાતની ફિલ્મ પ્રેમી જનતાનો નો આભાર વ્યક્ત કરે છે.
વધુમાં માહિતી આપતાં જીફાના પ્રેસિડેન્ટ હેતલભાઇ ઠકકર અને વાઇસ પ્રેસીડેન્ટ અરવિંદ વેગડા એ ખાત્રી આપી છે કે જીફા, આગળ પણ આજ રીતે અવીરત પણે મનોરંજન પીરસતો જ રહેશે..