HomeGujaratઅમદાવાદની 6 વર્ષની ભૂલકીને…બહાદુરી બતાવી બચાવ્યા 60 લોકોના જીવ,

અમદાવાદની 6 વર્ષની ભૂલકીને…બહાદુરી બતાવી બચાવ્યા 60 લોકોના જીવ,

અમદાવાદની એક નાનકડી બાળકીએ એવી બહાદુરી બતાવી છે કે આજે સૌ તેના વખાણ કરી રહ્યા છે. આ બહાદુરી બદલ છ વર્ષની આ ભૂલકીને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ 26 જાન્યુઆરીએ મળવાનો છે. આ બહાદુરી બાળકી વિશે વાત કરીએ તો તેનુ નામ વિરાંગના ઝાલા છે અને તે અમદાવાદના રાજપથ ક્લબ પાસે પાર્ક વ્યૂની રહેવાસી છે. 7 ઓગસ્ટ, 2022ના દિવસે પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ દરમિયાન વિરાંગના ફર્સ્ટ ક્લાસમાં ભણતી જ હતી. વીરાંગના ટીવી જોતી હતી અને તેણે રિમોટ દબાવતા જ તેમાંથી એક સ્પાર્ક થયો

આ બાદ તરત જ તે સ્પાર્ક આગ બનવા લાગ્યો અને થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આ સમયે વિરાંગનાએ ડરથી ચીસો પાડવા કે રડવાને બદલે તરત જ આસપાસના લોકોને અહી આગ લાગી હોવાની ચેતવણી આપી દીધી. તેની આ સમજદારીને કારણે કોઈ જાનહાનિ ન થઈ. વીરાંગનાએ તેના પિતા આદિત્ય સિંહ અને માતા કામાક્ષીને પણ તરત આ આગ વિશે જાણ કરી દીધી. વિરાંગનાનઆ ગુણે લગભગ 60 લોકોના જીવ બચાવી લીધા.

આ માટે વીરંગનાને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ આપવાના સમાચાર છે. જો કે આ પરિવારમા કઈ નવુ નથી કે કોઈને એવોર્ડ મળી રહ્યો હોય.

આ અગાઉ વિરાંગના દાદા કૃષ્ણકુમારસિંહ ઝાલા જેઓ એનસીસી કેડેટ હતા. તેઓને પણ 1969માં પ્રજાસત્તાક દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તરફથી ‘ઓલ ઈન્ડિયા બેસ્ટ કેડેટ જુનિયર ડિવિઝન’ એવોર્ડ મળ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW