HomeGujaratમુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ મોરબીથી ઝડપાયો

મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ મોરબીથી ઝડપાયો

મુંબઈ શહેરની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં એક શખ્સે ફોન પર સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જે બાદ શાળા પ્રશાસન દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદ બાદ પોલીસે જે નંબરમાંથી ધમકી આપવામાં આવી હતી તે નંબરને ટ્રેસ કરી તેની કોલ ડીટેલ કઢાવવામાં આવી હતી અને તેનું સરનામું શોધતા પોલીસ મોરબી સુધી આવી પહોંચી હતી. મોરબી ડિવિઝન પોલીસ મથકમાં ધમકી આપનાર શખ્સ રહેતો હોવાની પ્રાથમિક માહિતી મળતા મોરબી બીડી ડિવિઝન પીઆઇ દિકા વડીયા ની મદદથી મહારાષ્ટ્ર પોલીસે માળીયા વનાળીયા નજીક આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ જોરુભા ઝાલા નામના શખ્સને ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે મુંબઈ ખાતે લઈ ગયા હતા આરોપીએ શા માટે ધમકી આપી તે અંગેનું કારણ સામે આવ્યું ન હતું પરંતુ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આરોપી ટ્રક ડ્રાઇવર હોય અને શાળામાં માલ સામાન મૂકવા ગયેલ હોય ત્યારબાદ કોઈ બાબતે વિવાદ થતા ધમકી આપી આપી હતી જોકે આ કારણ કેટલું સાચું છે તે અંગે અનેક ચર્ચા કરી રહ્યા છે ત્યાર પોલીસ આ અંગે સત્તાવાર જાહેરાત કરશે ત્યારે જ હકીકત સામે આવી શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW