HomeGujaratP.M.ના માતા હીરાબા નાદુરસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા U.N.મહેતા હોસ્પિટલની સતાવાર જાહેરાત...

P.M.ના માતા હીરાબા નાદુરસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા U.N.મહેતા હોસ્પિટલની સતાવાર જાહેરાત તબિયત સ્થિર

પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાની આજેઅચાનક તબિયતના દુરસ્ત થતા પરિવારજનો દ્વારા તાત્કલિક તેઓને સારવાર અર્થે યુ એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતા સીએમ ભુપેન્દ્ર પટેલ, સચિવ કે કૈલાશનાથન રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્ય એ આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. બીજી તરફ હોસ્પિટલ દ્વારા પણ સતાવાર પ્રેસ રીલીઝ જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે હીરાબાની તબિયત હાલ સ્થિર છે ટુંક સમયમાં બીજું હેલ્થ બુલેટીન પણ જાહેર કરવામાં આવશે.

માતાના તબિયત અંગેની માહિતી મળતા પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવવા ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ આવવા રવાના થયા હતા અને સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોચે તેવી શક્યતા છે અને તેઓ ત્યાંથી સીધા યુ એન મહેતા હોસ્પિટલ આવી પહોચશે.

હીરાબાની તબિયત અંગેની જાણ થતા અનેક જાણીતી હસ્તી દ્વારા ટવીટ થકી તબિયત સુધાર અંગે પ્રાર્થના કરી હતી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ટવીટ કરી જણાવ્યું હતું કે માતા અને પુત્રનો પ્રેમ અનંત અને અને અનમોલ હોય છે.આ કઠીન સમયમાં અમારો પ્રેમ અને સમર્થન મોદીજી સાથે છીએ અને હું આશા કરૂ છું કે તેઓ ઝડપથી સ્વસ્થ થાય

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW