HomeGujaratમોરબી જિલ્લામાં શિયાળો જામ્યો, 12 ડીગ્રી સાથે શનિવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ

મોરબી જિલ્લામાં શિયાળો જામ્યો, 12 ડીગ્રી સાથે શનિવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ

નવેમ્બર અને ડિસેમ્બરમાં સામાન્ય ઠંડીનો અનુભવ થતો હતો જોકે છેલ્લા 48 કલાકથી વાતાવરણ પલટાયું હતું અને આકરી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.શનીવારે ઠંડીનો હાડ થીજાવતો મિજાજ સામે આવ્યો હતો શનીવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. શનિવારે ન્યૂનતમ તાપમાન 12 ડીગ્રી જ્યારે મહતમ 27 ડીગ્રી નોંધાતા દિવસ ભર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ચાલુ વર્ષે શિયાળાનું જાણે મોડું આગમન થયું હોય તેમ બે નવેમ્બર અને ડિસેમ્બર થવા છતાં ઠંડીનું જોર ખૂબ ધીમું રહ્યું હતું તો બપોરના સમયે જે રીતે તાપમાન ઊંચાકતું હતું તે જોતાં નવેમ્બર ડિસેમ્બરમાં શિયાળો આવ્યો જ ન હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી સવારે હળવી ઠંડી અને દિવસે ગરમી એમ એક તરફ દિવસમાં બે પ્રકારના વાતાવરણનો અનુભવ થતાં શરદી ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો હતો તો બીજી તરફ શિયાળુ પાક વાવેતર કરનાર ખેડૂતોની પણ ચિંતા વધી હતી કારણકે ઓછી ઠંડી અને ઓછા ભેજના કારણે શિયાળુ પાક ઓછો ઉતરે તેવી સ્થિતિ બની હતી જોકે છેલ્લા 2 -૩દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને જિલ્લામાં કડકડતી ઠંડીની શરૃઆત થવા લાગી છે..શનિવારે તો ઠંડીનું મોજું ફરી વળ્યું હોય તેમ લઘુતમ તાપમાનનો પારો 12 ડીગ્રી સુધી ગગડયો હતો જેનાં કારણે સવારે રીતસરની હાડ થીજાવી નાખે તેવી ઠંડી પડી હતી તો શનિવારનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. બીજી તરફ મહતમ તાપમાન પણ 27 ડિગ્રી રહ્યું હતુંઆ સિઝનમાં અગાઉ 14 કે 15ડીગ્રી સુધી પારો ઉતર્યો હતો તો મહત્તમ 32 ડીગ્રી ઉપર જવાના કારણે સામાન્ય રીતે ઠંડીનો માત્ર સવારે તેમજ મોડી જ અનુભવ થતો દિવસે વાતાવરણ ગરમ રહેતું હતું પણ છેલ્લા 48 કલાકથી દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે.(બૉક્સ) આગામી સપ્તાહમાં પણ ઠંડીનું જોર વધશે મોરબી જીલ્લામા ઠંડીનું જોર વધતા જનજીવનને અસર પહોંચી છે. ખાસ કરીને વહેલી સવારે આકરી ઠંડીના કારણે લોકો ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે.તો રાત્રીના પણ લોકોની અવરજવર ઘટી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધશે અને કાતિલ ઠંડી પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેથી લોકોને ઠંડીને ધ્યાને લઇ સાવચેત રહેવા અપીલ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW