HomeGujaratCentral Gujaratઅસમાજિક તત્વોની વડોદરા પોલીસનુ અપમાન કરતી હરકત,રૂરલ પોલીસની ગાડી પર ચઢી કર્યુ...

અસમાજિક તત્વોની વડોદરા પોલીસનુ અપમાન કરતી હરકત,રૂરલ પોલીસની ગાડી પર ચઢી કર્યુ ફોટો શૂટ

વડોદરાથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. શહેરમા એક યુવક વડોદરા પોલીસની વાન પર ચડી અને ચોંકાવનારા ફોટો પાડવાનુ શરૂ કરી દીધુ હતુ. આ ફોટો શૂટનો વીડિયો હવે ચારેતરફ વાયરલ થઈ રહ્યો છે. આ હરકત દ્વારા અસમાજિક તત્વોએ વડોદરા પોલીસનુ અપમાન કર્યુ છે.

મળતી માહિતી મુજબ પોલીસની આબરૂને લીલામ કરતો આ વીડિયો જિલ્લા પોલીસની PCR વાન પર બનાવવામા આવ્યો છે. આ યુવકે રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સે અલગ અલગ પોજ આપતો ફિલ્મી સ્ટાઇલમા ફોટો શૂટ કર્યો.

હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ યુવકને શોધી રહી છે. આ શખ્સની ‘હીરો’ગીરી’નો વીડિયો પર હવે લોકો કોમેન્ટો કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસની બેદરકારી પર પણ હવે સવાલો થઈ રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW