30 ઓક્ટોબરની સાંજે મોરબીના ઝુલતા પુલ તૂટવાની બનેલી દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો આ ઘટનામાં શરુઆતથી જ માનવ બેદરકારી સામે આવી હતી ઝુલતા પુલ મેન્ટેનસની જેમને જવાબદારી સોપવામાં આવી હતી તે ઓરેવા ગ્રુપ દ્વારા બ્રીજ શરુ કરતા પહેલા બ્રીજનો સ્ટ્રેન્થ ટેસ્ટ કર્યા વિના કે ફીટનેશ સર્ટીફીકેટ લીધા વિના શરુ કરી દીધા હતા તેમજ તેની અગાઉ જે 100 લોકોની ક્ષમતા હતી તે ક્ષમતા કરતા 4 ગણા લોકોને એન્ટ્રી આપી દેવામાં આવી હતી આવતા જતા લોકોને નીકળવા ઈમરજન્સી રસ્તા ન રાખવા, પુલની નીચે પાણી હોવા છતાં લાઈફ સપોર્ટ જેકેટ ન રાખવા સહિતની બેદરકારી દાખવી હતી તો બીજી તરફ પાલિકા દ્વારા પણ શહેરની મધ્યમાં આવેલ આ બ્રીજ પર લોકોની આટલી મોટી અવર જવર હોય તેમ છતાં આંખ આડા કાન કરી ગંભીર બેદરકારી દાખવી હતી પોલીસ દ્વારા હાલ ટીકીટ ક્લાર્ક,સિક્યુરીટી ગાર્ડ ઓરેવાના મેનેજર તેમજ મેન્ટેન્સ કરતી કંપનીના એજન્સીના મેનેજર સહિતની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ ઘટના બાદ તપાસના નામે સુન્યાવકાશ જેવી સ્થિતિ બની ગઈ છે પાલિકાના અધિકારી પદાધિકારી તેમજ મેનેજમેન્ટ કરતી કંપનીના સંચાલક વિરુદ્ધ એફ આઈ આર પણ દાખલ કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર મુદાને લઇ મેદાનમાં આવી છે
મોરબીમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ કરી હતી અને આ ઘટનામાં પાલિકાના અધીકારીની બેદરકારી હોવાના આક્ષેપ કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા ફરિયાદ પર કડક એક્શન લેવા સરકારને આદેશ કર્યો છે પણ સરકાર ભાજપ સાશિત પાલિકાના હોદેદારોને બચાવી રહી છે અને આજદિન સુધિ એક પણ સામે એફઆઈ આરમાં નામ ઉમેરવામાં આવ્યા નથી.એવી ચર્ચા થઇ રહીછે કે પાલિકાને સુપરસીડ કરવામાં આવશે જોકે તેઓઓ માત્ર સુપરસીડ કરવાથી સંતોષ માની લેવાને બદલે તાત્કાલિક ઝુલતા પુલના કરારમાં સહી કરનાર તમામ જવાબદાર અધિકારી પદાધિકારીના એફ આઈ આરમાં નામ ઉમેરવામાં આવે જો આગામી દિવસમાં તેમના વિરુદ્ધ કડક પગલા લેવામાં નહિ આવે તો ભોગ બનનાર પરિવારને સાથે રાખી ઉગ્ર આંદોલનની કોંગી આગેવાનોએ ચીમકી આપી હતી