HomeGujaratઝુલતા પુલ દુર્ઘટનામાં પીએમના પ્રવાસ ખર્ચની ટ્વીટ મુદે TMC નેતા સહીત 2...

ઝુલતા પુલ દુર્ઘટનામાં પીએમના પ્રવાસ ખર્ચની ટ્વીટ મુદે TMC નેતા સહીત 2 વિરુદ્ધ મોરબી પોલીસ મથકમાં ફરિયાદ

વિધાનસભા ચુંટણી જાહેર થવાની અણીએ મોરબી ઝુલતા પુલની દુર્ધટના બની હતી એ આ ઘટના એક તરફ દેશમાં શોકનો માહોલ ફેલાયો હતો તો બીજી તરફ રાજકીય માહોલ પણ ગરમ કરી દીધો હતો.ઘટનાની ગંભીરતા જોઈ પ્રધાનમંત્રી મોદી મોરબી આવ્યા હતા અને પીએમ દિવંગત ના પરિવારોને સાંત્વના પાઠવી હતી આ દરમિયાન તેમના પ્રોટોકોલ મુજબ જરૂરી વ્યવસ્થા પણ કરાઈ હતી જે રાજકીય મુદો બની ગયો હતો અને ૧ ડીસેમ્બરના ગુજરાત વિધાનસભા ચુંટણી માટે મતદાન થયું હતું આઆ દરમિયાન ટીએમસીના નેતા એ એક ટ્વીટર આઈડીના સ્ક્રીન શોટ મુકીને પ્રધાનમંત્રી વિરુદ્ધ ટીપ્પણી કરી હતી જે ટીપ્પણી વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતું અને અચાર સહિત વિરુદ્ધામાં હોવાથી મોરબી પ્રાંત અધિકારી એ મોરબી બી ડીવીઝન પોલીસમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે

મોરબી પ્રાંત અધિકારી  અને ૬૫ મોરબી વિધાનસભા મતદાન વિભાગના ચુંટણી અધિકારી ડી એ ઝાલા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી દક્ષ પટેલ અને ટીએમસી નેતા સાકેત ગોખલેએ ચુંટણી આચાર સંહિતાના સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝુલતા પુલ દુર્ધટના અંગે મોરબી મુલાકાત વિષે ખોટી માહિતી આપતી ટ્વીટ કરી લોકોમાં ચુંટણી અન્વયે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ તેમજ તિરસ્કારની ભાવના ઉત્પન થાય તે હેતુથી ખોટી માહિતી આપતી ટ્વીટ કરી ગુન્હો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલોઈસે ગુન્હો લોકપ્રતિનિધિત્વ એક્ટ ૧૯૫૧ ની કલમ ૧૨૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW