મોરબીના સનાળા રોડ પર આવેલ એપોલો હોલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તોડ ફોડ કરી સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે હોલના માલિક ચેતનભાઈ એરવાડીયાએ લેખિત ફરિયાદ નોંધાવી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ચેતન રતિલાલ એરવાડીયાના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ પાસે ગોકુળ પ્રાગજી મિલની બાજુમાં આવેલ એપોલો હોલમાં ગત તારીખ 2 ના રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને પાછળની દિવાલથી અંદર પ્રવેશી ઓફીસનો દરવાજાના કાચ તોડી અંદર પ્રવેશ કયો હતો અને ઓફિસમાં તોડફોડ કરી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને જે પણ નાની મોટી વસ્તુઓ હાથમાં આવી તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ચેતન ભાઈએ એ ડીવીઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસને અરજી આપ્યાંના 24 કલાક કરેતાં વધુ સમય થવા છતાં પોલીસે કોઈ નક્કર કામગીરી ન કરી હોવાનું કે એફ આઈ આર લીધી ન હતી .

