HomeNationalયુ.પી.બહરાઈચમાં ટ્રકે બસને ટક્કર મારતા ગંભીર અક્સ્માત : 6ના મોત 15ને ઈજા…

યુ.પી.બહરાઈચમાં ટ્રકે બસને ટક્કર મારતા ગંભીર અક્સ્માત : 6ના મોત 15ને ઈજા…

બુધવારે સવારે લખનૌ-બહરાઈચ હાઇવે પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડવેઝની બસને બાજુમાંથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી પાંચ લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં નેપાલના લોકો પણ શામેલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાની જાણ થતાં સીઓ અને એસડીએમ કૈસરગંજ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત બચાવ કામગીરી શરૂ કરી. અકસ્માતગ્રસ્ત બસ લખનૌથી બહરાઈચ જઈ રહી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW