HomeGujaratમોરબી : ઝુલતા પુલની દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્ય તિથીએ મૃતકના પરિજનોએ મૌન...

મોરબી : ઝુલતા પુલની દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્ય તિથીએ મૃતકના પરિજનોએ મૌન રેલી યોજી

મોરબી શહેરના ધરોહર અને140 વર્ષ જુનો ઐતિહાસિક ઝૂલતા પુલ પર 30 ઓક્ટોબર 2022ની સાંજે 6:30 વાગ્યે મોટી સંખ્યામાં નાના બાળકો અને યુવાનો હસતા રમતા બ્રીજ પર ચાલવાની મજા માણતા હતા તે દરમિયાન અચાનક પુલનો એક છેડા નો ભાગ આંખના પલકારામાં તૂટી પડ્યો અને લોકોની આનંદની કિલકારી મોતના માતમમાં પરિણમી દુર્ઘટનામાં 50થી વધુ બાળકો સહીત 135 લોકોના ભોગ લેવાયા હતા. આ ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થઇ ગયો છે.

મોરબી શહેર ધીમે ધીમે ઘટનાને ભૂલી બેઠું થવા પ્રયાસ કરે છે પરંતુ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારમાં હજુ પણ અંધકાર છવાયેલ છે લોકો હજુ પણ આ ઘટનાને યાદ કરી રહ્યા છે આ ઘટનાની આજે પ્રથમ માસિક તિથી છે. ત્યારે આજે મોરબીના નઝરબાગ અને આસપાસ વિસ્તારમાં મૃતકના પરિવારજનો ખુબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોના મોત થયા છે ત્યારે આ વિસ્તારના પરિવારોદ્વારા નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ઝુલતા પુલ સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં મોટી સંખ્યમાં મૃતકના પરિવારની સાથે સાથે સ્થાનિક લોકો પણ જોડાયા અને મૃતક આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW