HomeGujaratમોરબી ઝુલતાપુલની દુર્ઘટના ને લઇ શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબી ઝુલતાપુલની દુર્ઘટના ને લઇ શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ઝુલતાપુલ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેને લઈને આજે પણ સમગ્ર મોરબી શોકમાં છે દરરોજ જુદા જુદા સ્થળોએ દીવાંગતો આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનાં કાર્યક્રમો યોજાય રહ્યા છે દરમ્યાન આજે મોરબીના નાનીવાવડી ખાતે આવેલ કબીરધામમાં શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરારીબાપુ, તેમજ સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાના મહામંડલેશ્વરો મહંતો અને તમામ સંતો ‘સમૂહ પ્રાર્થના’ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ મૃતકોના પરિવારને દિલસોજી પાઠવવામાં આવી હતી આ સાથે શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ કાર્યક્રમમાં મૃતક જીવાત્માઓના પરિવાર અને રાજકિય મહાનુભાવો ઉપરાંત ઉદ્યોગપતિઓ અને સમગ્ર વાવડી ગામના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW