HomeGujaratમચ્છુ નદી પાસે પાર્ક સ્કુલ બસ રળવા લાગી NDRF જવાનોની હાજરીથી મોટી...

મચ્છુ નદી પાસે પાર્ક સ્કુલ બસ રળવા લાગી NDRF જવાનોની હાજરીથી મોટી દુર્ઘટના ટળી 4ને ઈજા

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે હાલ મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આવા સમયે મચ્છુ બારી બ્રીજ પાસે બીજી એક દુર્ઘટના સર્જાઈ હતી સદનસીબે એનડીઆરએફના જવાન હાજર હોવાથી મોટી જાન હાનિ થતાં બચી ગઈ હતી. બનાવની મળતી માહિતી મુજબ
મોરબીમાં આજે એક બાજુ હજુ મચ્છુ નદીના ઝૂલતા પુલ દુર્ઘટનાનું રેસક્યુ ઓપરેશન ચાલુ છે. ત્યારે મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માંના મદિર નજીક મચ્છો બારી પાસે સ્કૂલ બસ અચાનક ઢાળમાં રળવા લાગી હતી. અને બનાવ સમયે હડફેટે ત્યાં બાળકો અને મહિલા પસાર થતાં હતા.જે બસની ઝપટ ઘટનામાં બાળકો સહિત ચારને ઇજા પોહચી હોવાની ઘટના સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં જ બાજુમાં રેસકયું કરતા NDRF અને SDRFના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે પોહચી તરત જ ઇજાગ્રસ્ત થયેલા બાળકો સહિતના લોકોને હોસ્પિટલે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. આ અકસ્માતમાં અલી, નેકી અને તસ્કિના તેમજ રસીદાબેન સમીરભાઈ મકરાણીને ઇજા પહોચી હતી. .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW