વિધાનસભા ચુંટણી જાહેર થવાના હવે ગણતરીના દિવસ બાકી છે ચુંટણી જાહેર થયા બાદ આચારસહિતા લાગુ પડતા નવા કામની જાહેરાત કે ખાતમુર્હત તેમજ લોકાર્પણ થઇ શકતા નથી મોરબી માળિયા વિધાનસભા વિસ્તારની સ્થિતિ રોડ રસ્તાની બાબતમાં ખુબ વગોવાયેલ છે અને જો આગામી દિવસમાં ચુંટણી જાહેર થાય અને આ મંજુર થયેલ રોડ શરુ ન થાય તો નેતાઓને પ્રજાના રોષનું ભોગ બનવું પડે અથવા ચુંટણીના પરિણામમાં પણ તેની ગંભીર અસર જોવા મળી શકે છે ત્યારે હવે સતાપક્ષ દ્વારા વહેલી તકે રોડની કામગીરી શરુ કરવા તેમજ જે કામ પૂર્ણ થયા છે તે વહેલી તકે લોકાર્પણ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી હળવદ રોડ પણ આચારસહિતા પહેલા શરુ કરવા તંત્ર કામ ધંધે લાગ્યું છે મોરબી માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા મોરબી હળવદ રોડની બન્ને તરફની જમીન ખુલ્લી કરવા તેમજ સમતળ કરવાની કામગીરી શરુ કરી દીધી છે.
રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાને હળવદ મોરબી રોડને જોડતા 50 કિમીના રોડને ફોર લેન કરવા સરકાર પાસેથી રૂ 197 કરોડ મંજુર કરાવવાના સફળતા મળી છે ત્યારે હવે આ રોડનું કામ વહેલી તકે શરુ થાય તેવી મોરબી અને હળવદ પંથકના લોકોની લાગણી છે.

