HomeNationalલત્તા મંગેશકરના જન્મદિવસ યાદગાર ઉજવણી , અયોધ્યામાં લતા ચોકનું લોકાર્પણ

લત્તા મંગેશકરના જન્મદિવસ યાદગાર ઉજવણી , અયોધ્યામાં લતા ચોકનું લોકાર્પણ

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં સરયૂ નદીના કિનારે આવેલા એક ચાર રસ્તાને લત્તા મંગેશકર ચોક નામ આપવામાં આવ્યું છે. સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નામથી બનેલા સ્મૃતિ ચોકનું લોકાર્પણ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડી તેમજ લતા મંગેશકરના ભત્રીજા અને તેમના પત્ની હાજર રહ્યા હતા.

વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશામાં કહ્યું કે લતા દીદી સરસ્વતીના સાધક હતા. તેમના સ્વરે વિશ્વને જોડ્યું છે. લતા દીદી રામમંદિરના નિર્માણથી રાજી હતા.લતા મંગેશકરની બુધવારે 93મી જન્મજયંતિ હતી. લોકાર્પણ પહેલા લતાજીને શ્રધ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. ત્યારબાદ લતાજીના ભત્રીજા આદિનાથ મંગેશકર અને તેમના પત્ની કૃષ્ણા મંગેશકરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લતાજીએ ગાયેલા ભજનોની પ્રસ્તૂતિ મહારાષ્ટ્રના ગાયિકા સાવની રવિન્દ્રીએ કરી હતી.આ નિમિત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે લતાજીના દિવસનો આરંભ રામની પૂજાથી થતો હતો.

લતા મંગેશકર ચોકમાં 40 ફૂટ ઊંચી વીણા મુકાઈ. અયોધ્યામાં લતાજીનું નામ જે ચોકને આપવામાં આવ્યું છે તે ચોકમાં સરસ્વતીજીની પ્રિય એવી વીણાની 40 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે. 10.8 મીટર લાંબી અને 12 મીટર પહોળી આ વીણા ~8.50 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. માત્ર એક મહિનામાં જ તેને તૈયાર કરી લેવાઈ છે. તેનું વજન 14 ટન છે અને 70 લોકોએ આ વીણા તૈયાર કરી હતી. કાંસા અને સ્ટેઈનલેસ સ્ટીલનો તેમાં ઉપયોગ થયો છે. તેના પર માતા સરસ્વતી અને મોરનું ચિત્ર છે. પદ્મશ્રીથી સન્માનિત રામ સુતારે વીણાની ડિઝાઈન તૈયારી કરી છે. વીણા સાથે અન્ય શાસ્ત્રી વાદ્ય પણ રજૂ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW