મોરબીના કાલિકાનગર રબારીવાસ સરકારી સ્કૂલ સામે રહેતા અને ખાનગી નોકરી કરતા 33 વર્ષીય હર્ષદભાઈ હેમતરામ નિમાવતે જૈનમ પરેશભાઈ શાહ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, બ્લોક નં. 87, વાંકાનેર) તેમજ અન્ય બે એકાઉન્ટ ધારકો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આરોપી વાંકાનેરના જીનપરા જકાત નાકા પાસે આવેલ જૈનમ શાહ જૈનકો રીફ્રેકટરી પ્રા. લી.માં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમણે કંપનીના બેનીફિશિયરીમાં પોતાના તથા અન્ય બેંક એકાઉન્ટ નંબરો ઉમેરાવી દીધા હતા. ત્યારબાદ સેન્ટ્રલ બેંકના એકાઉન્ટમાં રૂ. 42,95,315 અને એસબીઆઈના એકાઉન્ટમાં રૂ. 13,64,478 એમ કુલ રૂ. 56,59,793 પોતાના નિયંત્રણ હેઠળના ખાતામાં જમા કરાવી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

