બેન્ક ઓફ બરોડાનાં એટીએમના પાસવર્ડ જાણનારા 3 શખ્સો સામે શંકાની સોય જણાઈ રહી છે. જસદણના ખાનપર રોડ પર બેન્ક ઓફ બરોડાના એટીએમ મશીનમાં કોઈ પણ જાતની તોડફોડ કર્યા વગર કોઈ જાણભેદુ શખ્સે બાર આકડાનો સિક્રેટ કોડ નાખીને રૂ.17.33 લાખની જંગી રકમની તફડંચી કરી લેતા બેન્ક મેનેજરે અહીના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જાણભેદુ અજાણ્યા શખ્સે બાર ડિજિટનો પાસવર્ડ નાખી એટીએમની કેશ બોકસ ખોલીને ફકત રૂ. 500 વધવા દઈ બાકીની રકમ ઉઠાવી લીધી છે. આ ઘટનામાં બેન્ક મેનેજરે એટીએમના સિક્રેટ પાસવર્ડ જાણનારા ત્રણ શખ્સ સામે શંકાની સોય તાકી છે.બનાવ અંગે બેન્ક મેનેજર પિન્ટુકુમાર રૂદ્રનારાયણ મિશ્રાએ આજે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રથમ જાણ રિપોર્ટમાં જણાવ્યું છે કે એટીએમ મશીનમાં નાણા આપૂર્તિ કરવા માટે બેન્કની કોર્પોરેટ કચેરી મુંબઈથી સેન્ટ્રલાઈઝ ર્કાન્ટ્રાકટ આપવામાં આવે છે.
હાલ આ કોન્ટ્રાકટ સિકયોર વેલ્યુ એજન્સી પાસે છે, જેના રાજકોટ વિભાગના રવિન્દ્ર ગોસ્વામી લોકેશન ઇનચાર્જ છે. સમગ્ર ગુજરાતના ઈનચાર્જ કમલેશ ઠાકોર છે.ગત તા. 15મીએ સાંજના છ વાગ્યે રાજકોટ ખાતેથી કસ્ટોડિયન રવિન્દ્ર ગોસ્વામી અને જયપુરી ગોસ્વામી બન્ને કમ્પલેઈન બાબતે જસદણ મુલાકાતે આવ્યા હતા અને વાત કરી હતી કે અમોએ એટીએમ ખોલ્યું હતુ ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઈએ તે ટલા પૈસા ન હતા. આથી અમારે સીસીટીવી કેમેરા ચેક કરવા છે.
આ એટીએમમાં તા. 6 સપ્ટમ્બરના રોજ આ એટીએમમાં બેલેન્સ રૂ. 27500 હતી. અમે તેમાં રૂ. 25 લાખ નાંખ્યા હતા. આથી એટીએમમાં રૂ. 25,75,000બેલેન્સ હતું. એટીએમ મારફતે કસ્ટમરોએ રૂ. 7,94,000નો ઉપાડ કર્યો હતો. આ રીતે એટીએમમાં રૂ. 17,33,500 હોવા જોઈએ પણ રૂ. 500 જ હતા. જેથી રાજકોટથી આવેલા કસ્ટોડિયનના માણસોએ તેમજ બેન્ક મેનેજરે કેમેરા ચેક કરતા તેમાં તા. 6 સપ્ટેમ્બરના રોજ રાતના 9-40 થી 9-47 દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ એટીએમમાં આવીને મશીન ચાવી વડે ખોલી પાસવર્ડ નાંખીને રૂ. 17,33,500.00 ઉઠાવી ગયેલ છે. જે કેમેરામાં રેકોર્ડિંગ થઈ ગયેલ છે.
આ બાબતે બેન્કના સિકયોરિટી ઓફિસર રાજકોટ, રીજીયોનલ ઓફિસ, ઝોનલ ઓફિસને ફોન તથા ઈ-મેઈલથી જાણ કરી હતી.લોકેશન ઈનચાર્જ રવિન્દ્ર ગોસ્વામીએ મેનેજરને વાત કરેલી હતી કે તા. 6 સપ્ટેમ્બરના રોજ જયપુરી ગોસ્વામી અને મયુર બગડા બેલેન્સ નાખવા આવ્યા હતા

