મોરબી જિલ્લામાં સતત એક સપ્તાહથી થઇ રહેલા વરસાદને પગલે જિલ્લાના તમામ જળાશયમાં મોટા પાયે પાણીની આવક થઇ છે.મોરબીના 10માંથી 5 ડેમ ઓવરફલો થઇ ગયા છે જેના કારણે મોરબી જિલ્લામાં આગામી એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈ માટેની સમસ્યા હલ થઇ ગઈ છે. તો મોરબી જિલ્લાના જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ પણ 90 ટકા સુધી ભરાઈ ગયો છે
મોરબી જીલ્લાના વિવિધ ડેમની સ્થિતિ જોઈએ તો મચ્છુ 1 ડેમની કુલ 99.02 ટકા ભરાઈ ગયો છે તો. મચ્છુ 2 ડેમ હાલ 90.01 ટકા ભરાયો છે. આ ઉપરાંત અન્ય 5 ડેમ પણ ઓવરફ્લો થયા છે.થયા છે જેમાં ડેમી 2 ડેમમાં 36.75 ફૂટ ભરાઈ જતા 1 દરવાજો ખોલી 0.15 મીટર ખોલી પાણી છોડાયા,ઘોડાધ્રોઇ ડેમ પણ 33.79 ફૂટની ઊંડાઈ સાથે 100 ટકા ભરાઈ ગયો છે.,બંગાવડી ડેમ 18.82 ફૂટ સાથે 100 ટકા ભરાયો છે.આ ઉપરાંત મચ્છુ 3 ડેમ 35.35 ટકા સાથે 100 ટકા ભરાઈ જતા 1 દરવાજો 0.15 મીટર ખોલી પાણી દરિયામાં છોડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડેમી 3 ડેમ 29.20 ફૂટની સપાટી સાથે 100 ટકા ભરાઈ જતા 1.દરવાજો 0.15 મીટર પાણી છોડવામાં આવ્યું છે.
જિલ્લાની 10,829 એમસીએફટીની સંગ્રહ ક્ષમતા સામે 8320 એમસીએફટી ભરાતા જિલ્લાની કુલ સપાટી 81.07 ટકા ભરાયો હતો.

