બારામુલામાં એક રેલીમાં ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, કલમ ૩૭૦ને ફરીથી લાગુ કરવા માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર છે. કાશ્મીરમાં પોતાનો પક્ષ લોન્ચ કરવા માટે તૈયાર ગુલામ નબી આઝાદે રવિવારે એક રેલીમાં કહ્યું હતું કે, બે વર્ષ પહેલાં રદ કરી દેવાયેલી કલમ 370 જેણે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો તેનો પ્રદેશમાં ફરીથી અમલ થશે નહીં તેમજ રાજ્યનો વિશેષ દરજ્જો પણ પાછો નહીં આવે.
પક્ષોને કલમ 370ના નામે લોકોનું શોષણ નહીં કરવા દઉં. લોકોને ગેરમાર્ગે નહીં દોરું. આ કલમ ફરી લાગુ થશે નહીં. અમે સાચું અને હાંસલ થઈ શકે તેવું જ બોલીશું. અમે 10 દિવસમાં નવો પક્ષ બનાવીશું. જમ્મુ-કાશ્મીરને સ્થાનિક નિવાસીઓ માટે રાજ્યનો પુનઃ દરજ્જો, નોકરીઓ અને જમીનની સુરક્ષા માટે મને સમર્થન આપો. આઝાદનું વલણ જમ્મુ-કાશ્મીરના મોટાભાગના સ્થાનિક પક્ષોથી અલગ છે.

