HomeGujaratમોરબીના સો ઓરડીમાં ઘર પાસે રમતી 2 સગીરા ગુમ, પરિવારે અપહરણની આશંકા...

મોરબીના સો ઓરડીમાં ઘર પાસે રમતી 2 સગીરા ગુમ, પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમા રહેતી બે તરુણીઓ ઘર બહાર રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી.મોડે સુધી બન્ને દીકરી ઘરે ન આવતા પરિજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડે સુધી બન્ને બાળકીનો ભાળ ન મળતા અંતે પોલીસે આ બનાવની જાણ કરી હતી પોલીસે વાલીઓની ફરિયાદ આધારે બાળકીઓની શોધખોળ હાથ ધરી હતી.

મોરબીના સામાકાંઠાના સોઓરડી વિસ્તારમાં રહેતી સ્નેહા વિશાલભાઈ શિરોહિયા (ઉ.વ.12) અને મહિમા પ્રતાપભાઈ મકવાણા (ઉ.વ.15) નામની બન્ને તરુણીઓ એકસાથે ગત તા.31ના રોજ કોઈ કારણોસર લાપતા બની ગઈ હતી. બન્નેના પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા અંતે બી ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, આ બન્ને તરુંણી બાજુબાજુમાં રહેતી હોવાથી બહેનપણી છે. તેમના પરિવારજનોના નિવેદનો લીધા છે. પણ તેમાં ગુમ થવાનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. હાલ આ મુદ્દે ભારે રહસ્ય સર્જાયું છે. પોલીસે સગીર બાળાઓ ગુમ થઈ હોય કાયદા મુજબ અપહરણની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW