દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે દેશવાસીઓ દ્વારા વિઘ્નહર્તાનું જોશભેર સ્વાગત કરી રહ્યા છે શહેરમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને આગામી 11 દિવસ શહેરીજનો દ્વારા ભક્તિભાવ સાથે ગણપતિનું પૂજન અર્ચન કરવામાં આવશે મોરબી શહેરની વિવિધ ગલીઓ,મહોલ્લાઓ અને જાહેર માર્ગો પર અને પાર્ટી પ્લોટમાં પંડાલમાં ગણેશજી સ્થાપના કરવામાં આવી છે મોરબી શહેરની વાત કરીએ તો શહેરમાં નાના મોટા 100 થી વધુ ગણેશ પંડાલમાં વિઘ્ન હર્તાની સ્થાપના કરવામાં આવી છે
મોરબીમાં વહેલી સવારથી જ અલગ અલગ જગ્યાએ ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવા આવી હતી જેમાં લીલાપર કેનાલ રોડ પર સિદ્ધિ વિનાયક ગણેશ સમિતિ મહોત્સવ, રવાપર શનાળા રોડ વચ્ચે આવેલ મહાવીરનગર પાસે બાલાજીકા રાજા, ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે જય માતાજી યુવા ગ્રુપ દ્વારા હાઉસિંગ બોર્ડ કા રાજા ઉપરાંત શહેરના અનેક વિસ્તારમાં ગણેશજી આજે બીરાજમાન થયા હતા.

