HomeNationalકોઈનો ઉપયોગ કરીને ફેંકી ના દેવા જોઈએ: ગડકરી

કોઈનો ઉપયોગ કરીને ફેંકી ના દેવા જોઈએ: ગડકરી

કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી ફરી અનેકવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતાં ગડકરીએ ત્યાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓને ઉપયોગી સલાહ આપી હતી. જોકે સરકારના સૌથી કામઢા પ્રધાનમાં નીતિન ગડકરીનું નામ આવે છે ત્યારે હવે એના નિવેદનની ચર્ચા થઈ રહી છે

જુદા જુદા વિષય પર ટોણો: ગડકરી દ્વારા છેલ્લાં કેટલાક દિવસથી સતત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી રહી છે. તેઓ વિવિધ મુદ્દે બોલી પણ રહ્યા છે. તેમણે શનિવારે જ ખાંડનું ઉત્પાદન કરનારા ઉદ્યોગો તથા શેરડી પકવતા ખેડૂતોને વિવિધ સલાહ આપી આપી હતી. તેમણે ઊર્જા તથા વીજળી ક્ષેત્રોનું ભારત ઓછું કરવા, ખાંડનું ઉત્પાદન ઓછું કરવા તથા કૃષિમાં વિવિધતા લાવવા સૂચન આપ્યું હતું.

ઉપયોગ ન કરી ફેકવા ન જોઈએ: ગડકરીએ તાજેતરમાં પોતાના એક કાર્યક્રમમાં સંબોધનમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ રિચાર્ડ નિકસનનો સંદર્ભ આપી જણાવ્યું હતું કે એક વ્યક્તિનો અંત ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી તે હારી જાય છે, પરંતુ તે જ્યારે છોડી દે છે ત્યારે તે ખતમ થઇ જાય છે. એ પણ ઉમેર્યું કે વ્યવસાય, સામાજિક કાર્ય અથવા રાજકારણમાં છે તેમના માટે માનવીય સંબંધ સૌથી મોટી તાકાત છે. તમે જ્યારે કોઈ વ્યક્તિનો હાથ પકડો છો ત્યારે તે સાથને જાળવી રાખવાની જવાબદારી બની જાય છે. કોઈપણ સ્થિતિ આવે ત્યારે કોઈનો હાથ છોડવો ન જોઈએ. તમારે સંબંધોને પણ મહત્ત્વ આપતા શીખવું જોઈએ. ક્યારેય કોઇનો ઉપયોગ કરીને તેને ફેંકી દેવો જોઇએ નહીં. હવે આ નિવેદનમાં કોણે ધ્યાને રાખી કેહવાય છે એ ચોખવટ નથી. પણ યે તો પબ્લિક હૈ સબ જાનતી હૈ.

નીતિન ગડકરીને તાજેતરમાં ભાજપના સર્વસત્તાશીલ સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને તે પછી તેમણે જે કોઇ નિવેદન કર્યા હતા તેને વિપક્ષ અને વિવિધ સમાચાર માધ્યમોએ તેમની સંસદીય બોર્ડમાંથી હકાલપટ્ટી સાથે જોડયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW