સાયબર સિક્યોરિટી રિસર્ચ કંપની CyberX9એ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાની સિસ્ટમમાં ખામીને કારણે લગભગ 2 કરોડ પોસ્ટપેડ ગ્રાહકોના કોલ ડેટા રેકોર્ડ્સ સાર્વજનિક થઈ ગયા છે. જોકે, કંપનીએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, ડેટામાં કોઈ પ્રકારની ખામી સર્જાઈ નથી. કંપનીના જણાવ્યા અનુસાર, તેમની બિલિંગ સિસ્ટમમાં જે ખામીઓ છે તેને તરત જ દૂર કરવામાં આવી હતી.
જો કે, CyberX9 કહે છે કે, કંપનીએ લાખો ગ્રાહકોના ઓછામાં ઓછા 2 વર્ષનો કોલ ડેટા અને અન્ય સંવેદનશીલ ડેટા સાર્વજનિક કર્યો છે અને ઘણા ગુનાહિત હેકર્સે તે ડેટા ચોરી લીધો હોઈ શકે છે. CyberX9 ફોરેન્સિક ઓડિટ કરાવવાનો અને ડેટામાં કોઈ ખામી ન હોવાના દાવાને ખોટો સાબિત કર્યો છે. અગાઉ CyberX9 રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રણાલીગત ખામીઓને કારણે Vi (Vodafone Idea) લગભગ 2 કરોડ પોસ્ટપેડ ગ્રાહકોના કોલ ડેટા રેકોર્ડ સામે આવ્યો છે. તેમાં કોલનો સમય, કોલ કેટલો સમય ચાલ્યો, કોલ ક્યાંથી કરવામાં આવ્યો, ગ્રાહકનું પૂરુ નામ અને સરનામું SMSની વિગતો સાથે કોન્ટેક્ટ નંબર પર આવેલા મેસેજ મોકલવામાં આવ્યા છે.

