નરેન્દ્ર મોદી સરકાર ટોલ પ્લાઝાને હટાવીને તેની જગ્યાએ નંબર પ્લેટ વાંચશે તેવા કેમેરા લગાવવા વિચારી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક્સપ્રેસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની યોજના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના તમામ ટોલ પ્લાઝાને દૂર કરવા અને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરા પર આધાર રાખે છે. ગડકરીએ કહ્યું કે સરકારે 2019માં એક નિયમ બનાવ્યો હતો કે તમામ કારમાં કંપની ફીટેડ નંબર પ્લેટ હશે. “હવે, યોજના ટોલ પ્લાઝાને દૂર કરવાની અને કેમેરા મૂકવાની છે, જે આ નંબર પ્લેટોને વાંચશે અને ટોલ સીધા ખાતામાંથી કાપવામાં આવશે,” તેમણે વેબસાઇટને જણાવ્યું.
ટોલ ટેકસ યથાવત: પ્લાઝા પર નંબર પ્લેટ રીડર ઓટોમેટિક કેમેરા લગાવવામાં આવશે અને ઓટોમેટિક કેમેરા વાહનોની નંબર પ્લેટ વાંચીને વ્હીકલના માલિકના લિન્ક કરાયેલા બેંક ખાતામાંથી ટોલ ટેક્સ કપાઈ જશે. તેમણે કહ્યું કે, હાલ રૂ. 40,000 કરોડના ટોલ ટેક્સ પૈકી 97 ટકા રકમ FASTagsજ મારફતે વસૂલ કરવામાં આવે છે. જ્યારે બાકીની ત્રણ ટકા રકમ જે વાહનોના માલિકોએ FASTags નહીં લગાવનાર પાસેથી વધુ રકમ વસૂલ ક્રવામાં આવે છે. ટોલ પ્લાઝા પર FASTagsજનો અમલ કરવામાં આવ્યા પછી વાહનોની નેંબર પ્લેટ રીડ કરીને ટેક્સ વસૂલીને વાહનને પસાર થવામાં 97 સેકન્ડનો સમય લાગે છે.
આવું થશે: કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, દેશના ધોરીમાર્ગો પર વાહનોની અવર વજર ખૂબ જ સરળ બનાવવાની નેમ સાથે કેન્દ્ર સરકાર દ્વારા આ હેતુસર પાઈલોટ પ્રોજેક્ટ અંગે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે અને ટુંક સમયમાં કાનૂની સુધારા કરીને આ સ્કીમ અમલમાં મૂકવા અંગેની જાહેરાત કરવામાં આવશે.

