HomeNationalPM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે,ભુજને મળશે મોટી ભેટ

PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે,ભુજને મળશે મોટી ભેટ

PM નરેન્દ્ર મોદી 27 મી ઓગષ્ટથી ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન કચ્છ જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ ધરાવના છે. તેમાનો જ એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાન્ચ કેનાલ. આ શાખા નહેરનું પ્રધાનમંત્રી 28 મી ઓગષ્ટના રોજ લોકાર્પણ કરશે.

અતિ મહત્વની: કચ્છના 948 ગામો અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 182 ગામના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. શાખા નહેરની કુલ લંબાઈ 357.185 કિ.મી. છે. નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ છે. રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે.

વીર બાળક સ્મારક: કચ્છમાં આવેલા ભૂકંપમાં અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં. ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની કરૂણતાની નોંધ સમગ્ર વિશ્વમાં છવાઇ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, આ બાળકોની સ્મૃતિમાં આ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW