HomeGujaratCentral Gujaratનર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા,5 લાખ ક્યુસેક પાણી છૂટ્યું

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા,5 લાખ ક્યુસેક પાણી છૂટ્યું

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના SOU-એકતાનગર સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 23 ઓગસ્ટ, મંગળવારના રોજ 135.78 મીટર નોંધાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીના જથ્થામાં વધારો થતાં નર્મદા ડેમના 23 દરવાજ સવારે 10 કલાકે 3.05 મીટરની ઉંચાઈએ ખોલવામાં આવ્યા હતા અને સરેરાશ 5 (પાંચ) લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે.

છેલ્લા 34 દિવસથી, સરદાર સરોવર ડેમ સ્થિત ભૂગર્ભ હાઇડ્રો-ઇલેક્ટ્રિક સ્ટેશન-રિવરબેડ પાવર હાઉસના તમામ 6 એકમોએ વીજળીનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. જ્યારે આ વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટર નોંધાઈ હતી. હાલમાં રિવરબેડ હાઉસની 200 મેગાવોટ ક્ષમતાના 6 એકમો છેલ્લા 34 દિવસથી ઉપયોગમાં છે અને દરરોજ સરેરાશ 24 કલાક સતત કાર્યરત છે જેના પરિણામે સરેરાશ રૂ. 4 કરોડની કિંમતના 20 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આમ આજ સહિત 34 દિવસથી કુલ આશરે રૂ. 150 કરોડની વીજળીનું ઉત્પાદન થયું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવકમાં સતત વધારાને કારણે ડેમના 23 દરવાજા ગઈકાલે સાંજે 5 કલાકે 2.15 મીટરની ઉંચાઈએ ખોલવામાં આવ્યા હતા અને 3.50 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. નર્મદા ડેમમાં સરેરાશ 3.13 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ સર્જાયો છે અને અંડરગ્રાઉન્ડ હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી 45 હજાર ક્યુસેક પાણી સહિત કુલ સરેરાશ 3.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે નર્મદા ડેમની જળસપાટી 135.98 મીટર નોંધાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW