HomeGujaratમોરબી કૃષ્ણ જન્મોત્સવમાં લીન કૃષ્ણ શોભાયાત્રા નીકળી,ઠેરઠેર મટકી ફોડ કાર્યક્રમ

મોરબી કૃષ્ણ જન્મોત્સવમાં લીન કૃષ્ણ શોભાયાત્રા નીકળી,ઠેરઠેર મટકી ફોડ કાર્યક્રમ

સૌરાષ્ટ્રસ હિત દેશભરમાં ભગવાન કૃષ્ણની જન્મ જયંતિ ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.મોરબીના રેલવે સ્ટેશન રોડ પરથી ભગવાન કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.વહેલી સવારે 8:30 વાગ્યે રેલવે સ્ટેશન રોડ પર આવેલ જળેશ્વર મહાદેવ મંદિર સામેથી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરશે. આ દરમિયાન અલગ અલગ સ્થળ પર મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે
શહેરના નહેરુગેટ ચોકથી ગ્રીન ચોક વચ્ચે આવેલ સોની બજાર સામે એસ એસ ગ્રૂપ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીં આયોજકો ત્રિરંગાના થીમ પર મંડપ બનાવ્યો છે. આ ઉપરાંત શહેરના છત્રપતિ શિવાજી સર્કલ, ગેસ્ટ હાઉસ રોડ નેહરૂગેટ ચોક તેમજ સામાં કાંઠે જૂનાં હાઉસિંગ બોર્ડ સો ઓરડી વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારમાં પણ યુવાનો તેમજ હિન્દૂ સંગઠનોએ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કર્યું છે.


મોરબીમાં શ્રીકૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વૃંદાવન ગ્રુપ દ્વારા દહીહાંડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૯-૮-૨૦૨રને શુક્રવારે સુભાષ ચોક, સરદાર બાગ સામે, શનાળા રોડ ખાતે રાત્રે ૯-૦૦ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે બાદ રાત્રે ૧૨-૦૦ કલાકે દહિંહાંડી મહોત્સવ યોજાશે.આ બન્ને કાર્યક્રમમાં એકત્ર થયેલ  ફાળાની રકમને  વૃંદાવન ગ્રુપ દ્વારા ગૌ સેવામાં વાપરવામાં આવશે. જેથી મોરબીની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા વૃંદાવન ગ્રુપ દ્વારા આહવાહન કરવામા આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW