HomeGujaratકેજરીવાલ ગુજરાતમાં જન્મ લેનાર બાળકને ફ્રી શિક્ષણ આપવાની ગેરેન્ટી,ભુજ પ્રવાસ દરમિયાન જાહેરાત

કેજરીવાલ ગુજરાતમાં જન્મ લેનાર બાળકને ફ્રી શિક્ષણ આપવાની ગેરેન્ટી,ભુજ પ્રવાસ દરમિયાન જાહેરાત

2022માં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે રાજકીય પક્ષ સક્રિય થઇ ગયા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે અને તેના કારણે રાજ્યમાં રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

જેના પગલે કોંગ્રેસ ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ ગુજરાત પર મીટ માંડી છે. પરિણામે ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. ત્યારે આજે ફરી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને પ્રજાની વધુ એક ગેરન્ટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં જન્મ લેનાર દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું. આ પહેલા કેજરીવાલ 300 યુનિટ ફ્રી વીજળી, રોજગારીલક્ષી જાહેરાત તેમજ આદિવાસીઓના હક્કોને લઈ જાહેરાત કરી ચૂક્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW