જ્યારે કેન્દ્ર સરકાર દેશભરમાં પ્રાચીન સ્મારકોના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવાનો દાવો કરી રહી છે. સરકારી ડેટા દર્શાવે છે કે, ભારતમાં કુલ 3693 સેન્ટ્રલી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ્સ (Centrally Protected Monuments)માંથી માત્ર 248 સંરક્ષિત સ્મારકો પર જ સુરક્ષા રક્ષકો તૈનાત છે. આ CPMની કુલ સંખ્યાના લગભગ 6.7 ટકા કરતાં પણ ઓછું છે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સંસદીય સ્થાયી સમિતિએ એ હકીકતની પણ કડક નોંધ લીધી હતી કે, સ્મારકોની સુરક્ષા માટે કુલ 7000 કર્મચારીઓની જરૂરિયાતમાંથી, સરકારના બજેટની મર્યાદાઓને કારણે 248 સ્થળોએ માત્ર 2578 સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે.
જોગવાઈ છે: AMASR અધિનિયમ, 1958ની જોગવાઈઓ હેઠળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સ્મારકો, સ્થળો અને રાષ્ટ્રીય મહત્વના અવશેષોનું રક્ષણ કરે છે. ભારતમાં 3693 સેન્ટ્રલી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ્સમાંથી સિક્યુરિટી ગાર્ડ્સ માત્ર 248 સંરક્ષિત સ્મારકો પર તૈનાત છે. આ CPMની Centrally Protected Monuments કુલ સંખ્યાના લગભગ 6.7 ટકા કરતાં પણ ઓછું છે.

સુરક્ષા સામે સવાલ: સમિતિએ એ પણ નોંધ્યું હતું કે, વિવિધ મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકો અને સ્થળો જેમ કે અડોની તાલુકાના પેદ્દાથુમ્બલમ ગામમાં રામ મંદિર, કુર્નૂલમાં કેથાવરમ રોક આર્ટસ અને બેલમ ગુફાઓ વગેરે, કેન્દ્રિય રીતે સંરક્ષિત સ્મારકોની સૂચિમાં ન હોવા છતાં, ઉચ્ચ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, પરંતુ તેમાં ન તો સુરક્ષા રક્ષકો છે કે ન તો યોગ્ય માર્ગ જોડાણ છે. સમિતિ માને છે કે, સમગ્ર દેશમાં સેન્ટ્રલી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ્સની (CPM) દેખરેખ માટે સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરવાનો અવકાશ છે. જેથી કરીને આ જગ્યાઓ પર અતિક્રમણ અને કોઈપણ ગેરકાયદે બાંધકામની ગતિવિધિઓને રોકી શકાય.
મોટું નુક્સાન: મંત્રાલયે જણાવ્યું હતું કે, સ્મારકો, સ્થળો અને સંગ્રહાલયોની સુરક્ષા માટે 248 સ્થળોએ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બજેટની મર્યાદાના કારણે માત્ર 2578 સુરક્ષાકર્મીઓ જ તૈનાત કરી શકાય છે. ઉપરોક્ત ઉપરાંત વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની (World Heritage Sites) સુરક્ષા માટે 596 CISF જવાનો લાલ કિલ્લા, દિલ્હી ખાતે 317 અને તાજમહેલ, આગ્રા ખાતે 279 પણ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે આ મુદ્દે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે, લોકસભાના સાંસદ અને પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સંસદીય સમિતિના સભ્ય, તાપીર ગાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, કેન્દ્ર દ્વારા સંરક્ષિત સ્મારકોના સંરક્ષણ માટે નાની બજેટ ફાળવણી કરવામાં આવી રહી છે. મોટાભાગના સ્મારકો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના છે. આ સ્મારકોના સંરક્ષણ માટે પૂરતું બજેટ ફાળવવું જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે, બેદરકારીના કારણે દેશભરમાં ઐતિહાસિક મહત્વના અનેક સ્મારકોને નુકસાન થઈ રહ્યું છે.

