HomeNationalજીએસટીને લઈને કેગે કેન્દ્રનો કાન મરોડ્યો, કહ્યું સિસ્ટમ ખામીયુક્ત

જીએસટીને લઈને કેગે કેન્દ્રનો કાન મરોડ્યો, કહ્યું સિસ્ટમ ખામીયુક્ત

ભારતમાં જીએસટી ટેકસ સિસ્ટમને પાંચ વર્ષ પુર્ણ થવા છતાં વખતોવખત તેની ખામી-મુશ્કેલીઓ વિશે ઉહાપોહ સર્જાતો રહે છે ત્યારે હવે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે (કેગ) પણ સિસ્ટમની ખામી વિશે ગંભીર દાવો કરેલો છે.

આ મુદ્દે ટિકા: રીફંડ મીકેનીઝમ, ફાઈલીંગ સીસ્ટમ વગેરે ખામીયુક્ત હોવાની ટકોર કરી છે. ઉપરાંત આઈટી પ્રોવાઈડર જીએસટીએનની પણ ટીકા કરી છે. ઓડિટમાં રીફંડ મુદાઓની ખાસ સ્ક્રુટીની કરવામાં આવી હતી અને તેમાં એવી નોંધ કરી છે કે નિયમ પાલન જ થતુ નથી. અનેક કિસ્સામાં રીફંડ ચુકવાયા છતાં તંત્ર દ્વારા તે માટે પોતાના જ ડેટાબેઈઝનો ઉપયોગ કર્યો ન હતો. આ જ રીતે અનેક શંકાસ્પદ રીફંડ કેસોમાં કરદાતાઓએ જમા કરાયેલા દસ્તાવેજોની ચકાસણી જ કરવામાં આવી ન હતી.આ નોંધ કેગે લીધી છે.

બચાવલક્ષી દલીલ: કેન્દ્ર સરકારે એવો બચાવ કર્યો હતો કે નવા ટેકસ યુગમાં સરકારે આકરા અમલને બદલે સરળીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. કેગ દ્વારા કરદાતાઓને સેન્ટ્રલ તથા સ્ટેટ એમ બન્ને સ્તરેથી ડબલ રીફંડ ચુકવાયાનો પણ પર્દાફાશ કર્યો હતો જયારે સંખ્યાબંધ કેસોમાં રીફંડ ચુકવવામાં અસામાન્ય ઢીલની પણ નોંધ કરી હતી.

મોટી ભલામણ: જીએસટી વિભાગ ઉપરાંત ઈન્કમટેકસ, ડીરેકટોરેટ જનરલ ફોર ફોરેન ટ્રેડ, કોર્પોરેટ બાબતો જેવા આંતરિક અને બાહ્ય સ્ત્રોતના આધારે કરદાતાઓની સર્વગ્રાહી પ્રોફાઈલ તૈયાર કરવાની ભલામણ કેગે કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW