સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી એક નવજાત જીવિત બાળકી જમીનમાં દાટેલી સ્થિતિમાં મળી આવી હતી. જેમાં ખેડૂતોએ જમીન ખોદી તેણીને બહાર કાઢતા બાળકી જીવિત હતી. સારવાર હેતુ અતેને નજીકની હોસ્પીટલમાં ખસેડાઇ હતી. જો કે આ અંગે પોલીસે શોધખોળ હાથ ધરી હતી. અને બાળકીને જમીનમાં જીવતી દાટવામાં કિસ્સામાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ખેતરમાં જમીન નીચે બાળકી: ગાંભોઇ નજીક ખેતરમાં દાટેલી નવજાત જીવિત બાળકી મળી આવી હતી. ભિલોડાના નંદાસણથી માતા પિતાને પોલીસે પકડી લીધા છે. પિતા શૈલેષ અને માતા મંજુને પકડીને કાયદેસરની કામગીરી કરાઇ છે. એની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે, આમ કરવા પાછળનું કારણ શું?આ બાળકોના માતા-પિતા મૂળ ગાંધીનગરના માણસાના વતની છે. માતા મંજુબેનનું પિયર ગાંભોઇમાં છે. જે બાળકીને લઈને અહીંયા આવ્યા હતાં. છેલ્લા 15 દિવસથી પતિ-પત્ની ગાંભોઇમાં હતા. ગાંભોઇ પોલીસની ત્રણ જુદી જુદી ટીમે તપાસ શરૂ કરીને આ કેસ ઉકેલી દીધો. જેમાં તપાસનો રેલો એની માતા સુધી પહોંચ્યો.
માટીમાં હલનચલન: ગાંભોઇ ખાતે ખેતરમાંમાટીમાં હલન ચલન થતું જોઈને ખેડૂતે ત્યાં તપાસ કરી હતી. જેમાં નાની બાળકીના પગ હલતા દેખાય હતાં. પછી નજીકમાં આવેલી GEB કચેરી ના સ્ટાફને પણ જાણ કરી હતી. 108ની ટીમ યુદ્ધના ધોરણે આવી જતા બાળકી બચી હતી. નાળ પણ કપાઈ નહીં: સૌથી ખાસ વાત એ છેકે જમીનમાં થોડું ખોદકામ કરતા એમાંથી બાળકી મળી, જેની ગર્ભ નાળ પણ કાપવામાં આવી ન હતી. 108ની ટીમે પણ ઘટનસારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડીહતી. જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે પોલીસે બીજા પાસા પરથી પણ તપાસ કરી હતી. પછી બાળકીની વધુ સારવાર હેતુ હિમંતનગર હોસ્પિટલમાં ખસેડાઇ છે. બાળકના રડવાના અવાજના પગલે જ્યારે જમીન ખોદવામાં આવી તો અંદરથી જીવિત હાલતમાં બાળકી મળી આવી.

