HomeGujaratલિયો ક્લબ ઓફ મોરબી સિટી સ્પાર્ક દ્વારા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાયો

લિયો ક્લબ ઓફ મોરબી સિટી સ્પાર્ક દ્વારા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાયો

લિયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા તા. 28 જુલાઈના રોજ પુષ્ય નક્ષત્ર દરમિયાન વિનામૂલ્યે સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 650 જેટલા બાળકોને તેમજ 15 જેટલી ગર્ભવતી મહિલાઓને ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

આ કેમ્પ મોરબીના ચંદ્રેશનગરમાં ઓમ ક્લિનિકલ તથા મોરબી 2 માં ઉમા ક્લિનિક ખાતે યોજવામાં આવ્યો હતો જેના ઉદ્દઘાટનમાં દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ જગદીશભાઈ કાવર, ખજાનચી ટી.સી.ફૂલતરીયા તથા લા. માદેવભાઈ ચિખલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. લિયો ક્લબ ઓફ મોરબી સિટી સ્પાર્કના પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા, સેક્રેટરી ડો. ખ્યાતિ ભીમાણી, વાઈસ પ્રેસિડન્ટ ભાવિશા સરડવા તથા બંસી રૂપાલા તેમજ પ્રોજેકટ ચેરમેન ઉમંગ ભીમાણી તથા લિયો ક્લબ ઓફ મોરબી સિટીના તમામ સભ્યોએ ઉપસ્થિત રહીને સેવા આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW