હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા નાગરિક માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ પાઠવ્યું છે. નોંધનિય છે કે, કેન્દ્રીય મંત્રી ઈરાનીએ તેના અને તેની પુત્રી પર કથિત રીતે પાયાવિહોણા આરોપો લગાવવા બદલ 2 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન માંગ્યું છે. જસ્ટિસ મીની પુષ્કર્ણાએ કોંગ્રેસના નેતાઓને ઈરાની અને તેની પુત્રી સામેના આરોપોના સંબંધમાં સોશિયલ મીડિયામાંથી ટ્વીટ, રીટ્વીટ, પોસ્ટ, વિડિયો અને ફોટા દૂર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
Illegal Bar row: Delhi High Court issues summons to Congress leaders Jairam Ramesh, Pawan Khera and Netta D’souza in civil suit filed by Union Minister Smriti Irani
— ANI (@ANI) July 29, 2022
સ્મૃતિ ઈરાનીની દીકરી સામે લગાવાયો હતો આરોપ
કોર્ટે કહ્યું કે, જો પ્રતિવાદીઓ 24 કલાકની અંદર તેના નિર્દેશોનું પાલન ન કરે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબએ પોતે સંબંધિત સામગ્રીને દૂર કરવી જોઈએ. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં “ગેરકાયદે બાર” ચલાવવાનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેબિનેટમાંથી ઈરાનીને હટાવવાની વિનંતી કરી હતી. જે બાદ ઈરાનીએ આ કાયદાકીય કાર્યવાહી કરી હતી.

