ટંકારાની ઓમ વિદ્યાલયમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શાળામાં બનાવેલ સ્વિમિંગ પુલની શરૂઆત કરવામાં આવી હતી અને આ પુલની શરુઆત શાળાની સ્થાપના 2011 થી હાલ પણ શાળામાં કાર્યરત એવા વર્ગ-૪ ના બે કર્મચારી જાડેજા દશરથસિંહ અને પ્રભાબેન ઝાલરીયા ના વરદ હસ્તે કરવામાં આવી હતી શાળામાં હાલ કે.જી. થી ધોરણ 3 સુધીના બાળકોએ સ્વીમીગ પુલમાં નાહવાની મજા માણી હતી બાળક શિક્ષણ ની સાથે સ્વિમિંગ તેમજ વિવિધ એડવેન્ચર એક્ટિવિટી કરી સર્વાંગી વિકાસ થાય તે અર્થ ટૂંક સમય માં જ શાળા માં વિવિધ એક્ટિવિટી માટે નો એડવેન્ચર પાર્ક પણ શરૂ કરવા આવશે તેમ શાળાના કેમ્પસ ડાયરેકટર પ્રજ્ઞાબેન ઘેટિયા એ જણાવેલ અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા તેમજ બાળકોને સતત કઈ નવું મળતું રહે તે અર્થ હરહંમેશ પ્રયત્નશીલ એવા શાળાના આચાર્ય રાજલભાઈ અઘારા અને સમગ્ર શિક્ષક ટીમ ને અભિનંદન પાઠવી અને પ્રોત્સાહિત કર્યા હતા

