અમદાવાદ સિવિલમાં દાખલ દર્દીઓનો આંક 49 પર સુધી પહોંચી ગયો છે.મધરાતે દાખલ દર્દીઓની સારવાર માટે સિવિલના સત્તાધીશો અને તબીબો ખડેપગે હાજર રહ્યાં હતા.
બોટાદ ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 30થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડમાં આરોપી જયેશ ખાવડિયા બુટલેગરોને સપ્લાય કરેલા 600 લિટર મિથેનોલમાંથી 460 લિટર પોલીસે કબજે કર્યું હતું. જ્યારે 100 લિટર મિથેનોલ બુટલેગરોએ દારૂ તરીકે વેચી દીધું હોવાથી લોકો પી ગયા હતા. જ્યારે બાકી રહેલા 40 લિટર મિથેનોલનો હિસાબ ન મળતાં પોલીસની ટીમોએ 40 લિટર મિથેનોલનો તાગ મેળવવા કામે લાગી હતી. જોકે 2 દિવસ પછી તે 40 લિટર મિથેનોલ અમદાવાદ જિલ્લામાં સપ્યાલ કરાયું હોવાનું પુરવાર થયું હતું.

જયેશે તેના પિતરાઈ બુટલેગર સંજયને 600 લિટર મિથેનોલ આપ્યું હતું, જે જયેશે છૂટાછવાયા બુટલેગરોને વેચી દીધું હતું. બુટલેગરોએ તે મિથેનોલને દારૂમાં ભેળવીને દેશી દારૂ તરીકે ગ્રાહકોને પીવડાવી દીધું હતું, જેના કારણે થયેલા લઠ્ઠાકાંડમાં 55નાં મોત નિપજ્યાં હતાં. પોલીસ 2 દિવસથી 40 લિટર મિથેનોલ શોધી રહી હતી, 2 દિવસની તપાસને અંતે 40 લિટર મિથેનોલ અમદાવાદ જિલ્લાના બુટલેગરો પાસેથી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

