HomeGujaratવડોદરાના ગોરવા વિસ્તારમાં દેશીદારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરોની ત્યાં મોડી રાત્રે જનતા...

વડોદરાના ગોરવા વિસ્તારમાં દેશીદારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરોની ત્યાં મોડી રાત્રે જનતા રેડ

જ્યાં પોલીસ પહોંચી નથી શકી ત્યાં સ્થાનિક લોકોએ રેડ પાડી દેશી દારૂનો ધંધો બંધ કરાવવવાની શરૂઆત કરી છે. મોડી રાત્રે ગોરવા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર સ્થાનિક લોકોએ રેડ પાડતા નાસભાગ મચી ગઇ હતી. મહિલા બુટલેગરો દેશી દારૂની પોટલીઓ ખૂલ્લેઆમ વેચતી હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પોલીસ એકશનમાં આવી હતી.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે સ્કૂલો પાસે લઠ્ઠાકાંડ પછી પણ ખૂલ્લેઆમ દેશી દારૂ વેચી રહેલી બે મહિલા બુટલેગરોની ત્યાં સ્થાનિક લોકોએ રેડ કરતા નાસભાગ મચી ગઇ હતી. ગોરવા પોલીસ મથકની હદમાં આવેલી બે સ્કૂલો પાસે મહિલા બુટલેગરો દ્વારા વેચવામાં આવી રહેલા દેશી દારૂના અડ્ડા ઉપર લોકોએ રેડ કરી હોવાની જાણ ગોરવા પોલીસને થતાં પોલીસ એકશનમાં આવી ગઇ હતી. અને મહિલા બુટલેગરો સામે કાર્યાવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW