HomeGujaratબે દિવસ અમિત શાહ ગુજરાતમાં, અનેક કાર્યક્રમનું આયોજન

બે દિવસ અમિત શાહ ગુજરાતમાં, અનેક કાર્યક્રમનું આયોજન

એફએસએલ થી ગુજરાત પોલીસની ઈ એફ આઈ આર સિસ્ટમનુ લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી બે દિવસની ગુજરાતના પ્રવાસે છે. શનિવાર અને રવિવાર બે દિવસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મહત્વના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે . શનિવારે સવારે 11:00 કલાકે એફએસએલ યુનિવર્સિટી ખાતે ગુજરાત પોલીસની ઈ એફ આઈ આર સિસ્ટમ, ઉપરાંત ટેકનોલોજી આધારિત નવી સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો.

ગાંધીનગરમાં કાર્યક્રમ: બપોરે બે કલાકે અમિત શાહ માણસા ખાતે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નવનિર્મિત ઔદ્યોગિક રસોડાના ઉદ્ઘાટનમાં હાજરી આપશે. ત્યારબાદ માણસા મા મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવા નિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે તેની સાથે જ માણસા નગરપાલિકાના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું પણ લોકાર્પણ કરશે બપોરે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ચંદ્રાસણ તળાવની મુલાકાત નિર્ધારિત કરવામાં આવી છે.

રવિવારનો કાર્યક્રમ: રવિવારના સવારે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એસપી રિંગ રોડ પર આવેલા શતાબ્દી ગ્રાઉન્ડમાં પ્રમુખસ્વામી નગરના કળશ સ્થાપના વિધિના કાર્યક્રમમાં હાજરી આપશે અને ઓગણજમા ઔડા દવારા વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી આપશે. વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે બનાવવામાં આવેલ એફર્ડેબલ હાઉસિંગ નું લોકાર્પણ આવતીકાલે અમિત શાહના હસ્તે અમદાવાદમાં કરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW