HomeGujaratફરી પીએમ મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, ચૂંટણી અંગે થશે બેઠક

ફરી પીએમ મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, ચૂંટણી અંગે થશે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 28 અને 29 બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદ અને હિંમતનગર ખાતેનાં અગાઉ મુલત્વી રહેલા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. મોદી તા. 15ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે મુલાકાત રદ થઇ હતી જે હવે પુન: તા. 28-29ના રોજ નિશ્ચીત થઇ છે.

મોદીનો આ કાર્યક્રમ બે દિવસનો થયો છે. તેઓ ગાંધીનગરમાં ગિફટ સિટી ખાતે સિંગાપોર નિફટીના ટ્રેડીંગનો પ્રારંભ કરાવશે. ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનની આ મુલાકાત મહત્વ ધરાવે છે. મોદી ગાંધીનગરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા પણ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW