મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ નજીક આવેલ સતનામ હાઈટ્સ નામના એપાર્ટમેન્ટ નું કામ અત્યંત ગુણવતા વિહીન હોય અને ફ્લેટ લીધાના અમુક મહિનાઓમાં નુકશાન થવાની શરુઆત થવા લાગતા એપાર્ટમેન્ટને 20 જેટલા ફ્લેટ ધારકો વતી મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના લાલજીભાઈ મહેતા દ્વારા બિલ્ડર સામે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ કરી હતી ફરિયાદ આધારે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ખાતે સુનવણી ચાલી હતી જેમાં કમિશને સતનામ બિલ્ડરને તમામ ફ્લેટનું રીપેરીંગ પોતાના ખર્ચે કરી આપવા આદેશ કર્યો હતો સાથે સાથે દરેક ફ્લેટ ધારકને 2000નું વળતર જણાવ્યું હતું
સરકાર દ્વારા બિલ્ડર તેમજ તબીબી વ્યવસાયને ગ્રાહક સુરક્ષા ધારામાં આવરી લીધા છે જેથી કોઈ પણ બિલ્ડર દ્વારા ગુણવતા વિહોણું કામ કર્યું અને ફ્લેટ ધારકોને છેતરાયા હોવાનું લાગે તો બિલ્ડર વિરુદ્ધ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ કરી શકાય છે આ અંગે જો કોઈ ગ્રાહકને વધુ જાણકારી જોઈતી હોય તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરવા જણાવ્યું છે

