HomeGujaratવાંકાનેરના કણકોટમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનન કરતા બે શખ્સો જેસીબી-ડમ્પર સહિત રૂ....

વાંકાનેરના કણકોટમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનન કરતા બે શખ્સો જેસીબી-ડમ્પર સહિત રૂ. 55 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી એલસીબી, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને મોરબી જિલ્લા ખાણ-ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમ વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જતાં કાચા માર્ગ નજીક આવેલા વોકળા પાસેથી ગેરકાયદેસર ખનન અને ખનિજના પરિવહનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી.

તપાસ દરમિયાન ટીમને જેસીબી મશીન (રજી. નં. GJ-36-S-2246) કિંમત અંદાજે રૂ. 30 લાખ તથા ટ્રક ડમ્પર (રજી. નં. GJ-02-XX-6442) કિંમત અંદાજે રૂ. 25 લાખ મળી આવ્યા હતા. આમ કુલ રૂ. 55 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં પૃથ્વિરાજસિંહ ભગવતસિંહ ઝાલા અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણા, બંને રહેવાસી કણકોટ ગામ, તાલુકો વાંકાનેરનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં તેઓ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન કરી તેનું વહન કરતા હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW