HomeGujaratમોરબી જીલ્લાની 3 ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા વિકાસ કમિશ્નરનો આદેશ

મોરબી જીલ્લાની 3 ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા વિકાસ કમિશ્નરનો આદેશ

મોરબી જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયત ચાલુ નાણાકીય વર્ષનું બજેટ મંજુર ન કરાવી શકતા ગયા મહિનામાં મળેલી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં આ ગ્રામ પંચાયતને સુપરસીડ અભિપ્રાય આપવામાં આવ્યો હતો.આ અભિપ્રાયના વિકાસ કમિશ્નર પંચાયત વિભાગને મોકલવામાં આવ્યો હતો આ રીપોર્ટ આધારે વિકાસ કમિશ્નર દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતમાં આવતી પીપળીયા રાજ ગ્રામ પંચાયત મોરબી તાલુકાની ધરમપુર ગ્રામ પંચાયત તેમજ માળિયા મિયાના તાલુકા પંચાયતમાં આવતી હરીપર ગામની ગ્રામ પંચાયતને વિસર્જન કરવા આદેશ કરાયો હતો. અને ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો સહિતની આખી પંચાયત બોડીનું વિસર્જન કરી ગ્રામ પંચાયતના કામ અટકે નહી તે માટે વહીવટદાર નિમણુક કરવામાં આવી છે જ્યાં સુધી નવી પંચાયત બોડી અસ્તિવમાં ન આવે ત્યાં સુધી વહીવટદાર કરશે સમગ્ર ગ્રામ પંચાયતનો વહીવટ કરશે
મોરબીની વિસર્જન કરાયેલ ગ્રામ પંચાયતમાં મોરબીના ધરમપુર ગ્રામ પંચાયતમાં સરપંચ સહીત 9 સભ્યો તો હરીપરમાં પણ સરપંચ સહીત 9 સભ્યો ચૂંટાયા હતા તો પીપળીયા રાજમાં 11 સભ્યો ચુંટાયેલ હતા વિકાસ કમિશ્નર દ્વારા આખી બોડીને બરખાસ્ત કરી ગ્રામ પંચાયતનું વિસર્જન કરાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW